મંગળ અને રાહુની યુતિથી રચાશે અંગારક યોગ
અંગારક યોગ દુઃખ આપતો યોગ
પરંતુ અમુક રાશિના જાતકોને થશે ફાયદો
જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા યોગનું નિર્માણ થતુ રહે છે. જેમાંથી ઘણા યોગ શુભ ફળ આપે છે જ્યારે ઘણા યોગને કારણે વ્યક્તિએ હેરાન પરેશાન થવાનો વારો આવે છે. તેમાં પણ જો રાહુ અને મંગળની વાત કરીએ તો આ બંને ગ્રહો નકરાત્મક છાપ ધરાવે છે. કારણ કે જેને મંગળ હોય કે રાહુ તેઓની કુંડળીમાં કયા સ્થાને છે તે જાણવુ જરૂરી છે. પરંતુ આ વખતે આ બંને ગ્રહોનો સંયોગ થઇ રહ્યો છે જેને કારણે અંગારક યોગ નિર્માણ પામી રહ્યો છે. ત્યારે આવો જાણીએ આ યોગથી કઇ રાશિના જાતકોને થશે લાભ અને નુકસાન..
રાહુ અને મંગળના સંયોગથી અંગારક યોગ બને છે. અંગારક યોગને જ્યોતિષમાં અશુભ માનવામાં આવે છે. 27 જૂનથી 10 ઓગસ્ટ સુધી રાહુ અને મંગળની યુતિ મેષ રાશિમાં રહેશે. આ સંયોગને કારણે ઘણી રાશિઓને ફાયદો થશે અને કેટલીક રાશિઓને નુકસાન થઈ શકે છે. જાણો અંગારક યોગથી કઈ રાશિને ફાયદો થશે.
- મેષ-માન-સન્માન વધશે. આત્મવિશ્વાસ અને હિંમત વધશે. નોકરી અને વ્યવસાયમાં તમને સારા પરિણામ મળી શકે છે.
- મિથુન– આ સમયગાળા દરમિયાન તમારી પ્રતિષ્ઠા વધશે. નોકરીમાં પ્રમોશનની તક મળશે. વેપારમાં લાભ થશે.
- કર્કઃ– કર્ક રાશિના લોકોને નોકરીમાં સફળતા મળી શકે છે. વેપારમાં પ્રગતિ થશે. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
- સિંહઃ– સિંહ રાશિના લોકોને માન-સન્માનમાં વધારો થશે. ધાર્મિક યાત્રાના યોગ બનશે. આ સમયગાળા દરમિયાન, તમારી કારકિર્દીમાં પ્રમોશન મળવાની પ્રબળ તકો રહેશે.
- તુલાઃ– તુલા રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન ધનલાભ થશે. નોકરી કરતા લોકોને આવકમાં વધારો થઈ શકે છે.