શનિ કરશે રાશિ પરિવર્તન
કુંભમાંથી મીન રાશિમાં કરશે પ્રવેશ
હજી પણ 3 રાશિના જાતકોએ ખાસ સાચવવું
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જ્યારે શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો અઢી વર્ષનો સમય લાગે છે. કારણ કે શનિ સૌથી ધીમી ગતિનો ગ્રહ કહેવામાં આને છે. આખા રાશિ ચક્રનો પુરુ કરવામાં શનિને 30 વર્ષનો સમય લાગે છે. આથી જ શનિની સાડા સાતીના 3 પડાવ હોય છે અને દરેક પડાવ અઢી વર્ષનો હોય છે.
શનિ વર્તમાન સમયમાં કુંભ રાશિમાં બિરાજમાન છે, કુંભ રાશિમાં જ રહીને 5 જૂને શનિ વક્રી થયા હતા. ત્યારે વક્રી અવસ્થામાં જ તેઓ મકર રાશિમાં પ્રવેશ કરશે. 12 જુલાઇએ ફરીથી શનિદેવ મકર રાશિમાં ગોચર કરશે અને આગામી 17 જાન્યુઆરી 2023ના રોજ મકર રાશિમાંથી કુંભ રાશિમાં ગોચર કરશે. 5 જૂને શનિદેવ કુંભ રાશિમાં સંક્રમણ કરશે. આ દરમિયાન 3 રાશિઓ સાડા સતીના પ્રકોપમાં આવશે જ્યારે 2 રાશિઓ શનિની ઢૈયામાંથી મુક્તિ મેળવશે. 5 જૂન 2022 થી 29 માર્ચ 2025 સુધી શનિ કુંભ રાશિમાં ગોચર કરશે.. તમને જણાવી દઈએ કે આ સમયે કુંભ રાશિ શનિના પ્રકોપમાંથી પસાર થઈ રહી છે.
- મકર રાશિઃ- મકર રાશિ આ જાતકો શનિની સાડાસાતીમાંથી પસાર થઈ રહ્યા છે. 29 એપ્રિલથી શરૂ થયેલી સાડાસાતી 11 જુલાઈ 2022 સુધી ચાલશે. મકર રાશિના લોકો માટે સાડાસાતી અંતિમ તબક્કામાં છે.
- કુંભ – શનિના આ સંક્રમણની સૌથી વધુ અસર કુંભ રાશિ પર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આ લોકોએ થોડું સાવધાન રહેવું જોઈએ. કરિયર અને નાણા સંબંધિત બાબતોમાં, કુંભ રાશિના લોકો માટે આ સમય મુશ્કેલીઓથી ભરેલો હોઈ શકે છે. આ સમયમાં આળસ છોડી મહેનત પર ધ્યાન આપવાની જરૂર છે. આ સાથે તમારા ખર્ચ પર પણ નિયંત્રણ રાખો.
- મીન -જ્યોતિષ શાસ્ત્ર મુજબ મીન રાશિના લોકો માટે 12 જુલાઈ સુધીમાં શનિની સાડાસાતી પ્રથમ ચરણમાં રહેશે. આવી સ્થિતિમાં મીન રાશિના લોકોએ કોઈપણ નિર્ણય ધીરજ અને સમજી વિચારીને લેવો જોઈએ. નહિંતર, તમારે કોઈપણ પ્રકારનું નુકસાન સહન કરવું પડી શકે છે.
આ રાશિના જાતકો પર રહેશે શનિની ઢૈયા
આ સમયે વૃશ્ચિક અને કર્ક રાશિના લોકો શનિદેવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. અને આગામી અઢી વર્ષ સુધી આ રાશિના જાતકો પર શનિની ઢૈયા રહેશે. જેના કારણે આ લોકોને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડશે.
શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય
- મકર – દર શનિવારે અને શક્ય હોય તો નિયમિત રીતે ભગવાન શિવની પૂજા કરો. પીપળના ઝાડ પાસે શનિ સ્ત્રોતનો પાઠ કરો. તેમજ કાચા લસ્સીમાં કાળા તલ નાખીને પીપળાના ઝાડને અર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે.
- તુલા – દર શનિવારે કાળા કૂતરાને ખવડાવો.
- વૃશ્ચિક – શનિવારે સુંદરકાંડનો પાઠ કરો.
- મિથુન – શનિ અમાવસ્યા પર સાંજે સૂર્યાસ્ત પછી શનિદેવની પૂજા કરો. શનિ મંત્રનો જાપ કરો.