હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષનો પાંચમો મહિનો શ્રાવણ મહિનો હોય છે
શિવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો અંગે જણાવવામાં આવ્યું છે
શિવલિંગ પર અભિષેક કરવાથી માણસની દરેક મનોકામના પૂરી થાય છે
ભગવાન શિવની પૂજા 12 મહિનામાં ગમે ત્યારે કરી શકાય છે. પરંતુ હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષનો પાંચમો મહિનો શ્રાવણ મહિનો હોય છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે અને આ મહિનામાં ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કોઈ નિયમિત જળ અર્પણ કરે છે, તો કોઈ સોમવારનુ વ્રત રાખે છે. અલગ-અલગ રીતે ભગવાન શિવની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે
ગ્રંથોમાં પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો અંગે જણાવવામાં આવ્યું છે. માન્યતા છે કે શ્રાવણમાં અલગ-અલગ ધાતુઓ અને રત્નોમાંથી બનાવેલા શિવલિંગ પર અભિષેક કરવાથી માણસની દરેક મનોકામના પૂરી થાય છે. આવો જાણીએ કયા ધાતુ અને રત્ની પૂજા કરવાથી માણસને કયા ફળની પ્રાપ્તિ થાય છે.
ધાતુના શિવલિંગની પૂજા
કહેવાય છે કે સોનાના શિવલિંગ પર અભિષેક કરવાથી માણસને લાંબી ઉંમર અને ધન લાભ થાય છે અને કાંસાના શિવલિંગ પર અભિષેક કરવાથી માણસને પ્રસિદ્ધી મળે છે.
પીતળના શિવલિંગ પર અભિષેક કરવાથી માણસને સંસારના સુખની પ્રાપ્તિ થાય છે. તો માન-સન્માન માટે માણસે ચાંદીના શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ.
માન્યતા છે કે જો લોખંડમાંથી બનાવેલા શિવલિંગ પર નિયમિત શુદ્ધ જળથી અભિષેક કરવામાં આવે તો શત્રુઓનો નાશ થાય છે. તો તાંબામાંથી બનાવેલા શિવલિંગ પર અભિષેક કરવાથી લાંબા અને સ્વસ્થ જીવનની પ્રાપ્તિ થાય છે.