જન્મ સમય અને વાર સાથે જોડાયેલું છે કિસ્મત કનેક્શન
આ વારે જન્મેલા હોય છે નસીબદાર
સોમવારે જન્મેલા લોકો હોય છે શાંત
સામાન્ય રીતે ભવિષ્ય જાણવા માટે જન્મની તારીખ, સમય, નામના પહેલા અક્ષર કે રાશિનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમને એ ખબર છે કે, તમારું ભવિષ્ય ક્યા વારે તમારો જન્મ થયો છે તેના પરથી પણ જાણી શકાય છે. અઠવાડિયાના તમામ દિવસોના સ્વામી એક-એક ગ્રહ હોય છે. આ ગ્રહ જે તે દિવસે જન્મ લેતા વ્યક્તિના વ્યક્તિત્વ પર પ્રભાવ પાડે છે. સ્વભાવ અને પ્રકૃતિ પર ઊંડી અસર કરે છે. વ્યક્તિનો જન્મ જે દિવસે થયો હોય તેવું તેનું ચરિત્ર પણ હોય છે. તો ચાલો જાણીએ ક્યા વારે જન્મેલા લોકો કેવા હોય છે.
શાંત હોય છે સોમવારે જન્મેલા લોકો-
સોમવારે જન્મતા લોકો ચંદ્રના પ્રભાવના કારણે શાંત અને બુદ્ધિશાળી હોય છે. આવા લોકો પોતાની વાણી અને વર્તન તેમજ સરળતાથી લોકોને મોહી લે છે. સોમવારે જન્મેલા લોકો સ્થિર સ્વભાવ વાળા અને સુખ-દુખની સ્થિતિમાં સમાન વ્યવહાર કરનાર હોય છે.
મંગળવારે જન્મેલા લોકો હોય છે પરાક્રમી-
મંગળવારે જન્મેલા લોકો પર મંગળનો પ્રભાવ હોય છે. જેથી તેઓ જટીલ સ્વભાવના, અન્યના કામમાં ભૂલ કાઢનાર, યુદ્ધ પ્રેમી, પરાક્રમી અને પોતાની વાત પર અડગ રહેનાર હોય છે. તેઓ પરિવારનું નામ રોશન કરે છે
બુધવારે જન્મેલા લોકો અભ્યાસમાં હોય છે આગળ-
બુધવારે જન્મેલા લોકો બુધના પ્રભાવના કારણે મીઠું બોલનારા, ભણવામાં રુચિ રાખનાર, જ્ઞાની અને સંપત્તિવાન હોય છે. તેઓ અન્ય લોકો પર સરળતાથી ભરોસો નથી કરતા.
વિવેકશીલ હોય છે ગુરુવારે જન્મેલા લોકો-
આ દિવસે જન્મ લેનાર લોકો વિદ્યામાં નિપુણ, ધનવાર, જ્ઞાની અને વિવેકશીલ હોય છે. આવા લોકો અન્યને ઉપદેશ આપવામાં આગળ રહે છે. સાથે જ આ લોકોને માન-સન્માન પ્રાપ્ત કરવાની અને પ્રસિદ્ધિ પામવાની તીવ્ર ઈચ્છા વાળા હોય છે.
શુક્રવારે જન્મેલા લોકો તીક્ષ્ણ બુદ્ધિના સ્વામી-
શુક્રવારે જન્મેલા લોકો શુક્રના પ્રભાવના કારણે ચંચળ, ભૌતિક સુખમાં લિપ્ત રહેવા વાળા, તર્ક-વિતર્કમાં હોશિયાર હોય છે. ધનવાર અને તીક્ષ્ણ બુદ્ધિના સ્વામી હોય છે. તેમને ભગવાનમાં વિશ્વાસ નથી હોતો.
આવા હોય છે શનિવારે જન્મેલા લોકો-
શનિવારના દિવસે જન્મ લેનારા લોકો શનિવા પ્રભાવના કારણે કઠોર સ્વભાવ વાળા, પરાક્રમી, પરિશ્રમી, દુખ સહેવાની શક્તિ વાળા, ન્યાયી અને ગંભીર સ્વભાવ વાળા હોય છે. આવા લોકોને સેવાના કારણે પ્રસિદ્ધિ પણ મળે છે.
તેજસ્વી અને ગુણવાન હોય છે રવિવારે જન્મેલા લોકો-
રવિવારે જન્મેલા લોકો સૂર્યના પ્રભાવના કારણે તેજસ્વી, ચતુર, ગુણવાન, ઉત્સાહી, દાની પરંતુ થોડો ગર્વ રાખનારા હોય છે. તેમની પિત પ્રકૃતિ હોય છે. તેમને ગુસ્સો પણ બહુ જ આવે છે.