જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિનો ગ્રહ સ્વામી જણાવવામાં આવ્યો છે. આ ગ્રહોની અસર જાતકના સ્વભાવ, વ્યવહાર, પસંદ-નાપસંદ, ભવિષ્ય પર પડે છે. આજે અમે એક એવી રાશિના જાતકો અંગે જાણીએ છીએ, જેના પર સૂર્ય દેવની અપાર કૃપા હોય છે.
સિંહ રાશિના જાતકો રાજા જેવુ જીવન જીવે છે
તેઓ દયાળુ અને મદદ કરનારા પણ હોય છે
તેઓ ખાવા-પીવા અને ફરવામાં વધુ પૈસા ખર્ચ કરે છે
આ રાશિના જાતકોની આકર્ષક પર્સનાલિટી હોય છે
સૂર્ય દેવની કૃપાને પગલે જાતક ખાસ્સા તેજસ્વી, નિડર, આત્મવિશ્વાસી, સ્વસ્થ અને કારકિર્દીમાં મોટી સફળતા મેળવનારા હોય છે. સૂર્ય દેવની આ વિશેષ મહેરબાની સિંહ રાશિના જાતકોને પ્રાપ્ત થાય છે. સિંહ રાશિના જાતક વધુ આકર્ષક પર્સનાલિટીના માલિક હોય છે. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે, તેથી તેના જાતકો પર સૂર્ય ગ્રહનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. આ લોકો સ્વભાવે સાહસી, દ્રઢ નિશ્ચયી, આત્મ વિશ્વાસુ અને રાજા જેવુ જીવન જીવનારા હોય છે. આ સિવાય તેઓ દયાળુ અને મદદ કરનારા પણ હોય છે. આ જે લોકોને પોતાના મિત્રો બનાવી લે તેનો આખુ જીવન સાથ નિભાવે છે. આ લોકોની પર્સનાલિટી એવી હોય છે કે તેઓ સરળતાપૂર્વક તેમના દીવાના થાય છે.
શાહી અંદાજમાં જીવે છે
સિંહ રાશિના જાતક વધુ પૈસા અને નામ કમાય છે અને શાહી અંદાજમાં જીવન જીવે છે. તેઓ ખાવા-પીવા, હરવા-ફરવા, કપડા-કાર વગેરે પર રૂપિયા ખર્ચ કરે છે. તેમના શોખ મોંઘા હોય છે. તેઓ મોટા સપના જોવે છે અને તેને પૂર્ણ પણ કરે છે. આ જાતકો કારકિર્દીમાં ઊંચુ સ્થાન પ્રાપ્ત કરે છે. સૂર્યની કૃપાથી તેમને અપાર સફળતા મળે છે. આ સાથે સામાજિક રીતે પણ તેઓ ખાસ્સા સક્રિય હોય છે.
ગુસ્સાના કારણે બગડે છે મામલો
સિંહ રાશિના જાતકોની તમામ વિશેષતાઓ ઘણી વખત તેમના પર ભારે પડી શકે છે. આ લોકો સ્વભાવે વધુ ક્રોધિત હોય છે અને ઘણી વખત અભિમાની પણ હોય છે. જેના કારણે તેઓ પોતાનુ મોટુ નુકસાન કરી બેસે છે. અમુક વખત તો નુકસાન એટલુ તગડુ હોય છે કે તેનુ પરિણામ તેમણે આખુ જીવન ભોગવવુ પડે છે.