નાગપંચમીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ
નાગ દેવની પૂજા વિધિ પૂર્વક કરો, મળશે વિશેષ ફળ
નાગ દેવ દરેક દેવી-દેવતાના વિરાટ રૂપમાં રહેલા છે
હિન્દુ ધર્મમાં નાગને પૂજનીય તો માનવામાં આવે છે, પરંતુ તેને મહત્વપૂર્ણ દરજ્જો પણ આપવામાં આવ્યો છે. જેની પાછળ મુખ્ય કારણ છે કે નાગ દેવ ક્યાકને ક્યાક દરેક દેવી-દેવતાના વિરાટ રૂપમાં રહેલા છે. જેમકે ભગવાન શિવે નાગને પોતાના ગળામાં ધારણ કર્યા છે. ભગવાન ગણેશને જનોઈના રૂપમાં નાગ છે, તો ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર જ વિશ્રામ કરે છે.
સમુદ્રમંથનમાં પણ નાગનો કરાયો હતો ઉપયોગ
જ્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શ્રીરામ અને કૃષ્ણના રૂપમાં અવતાર લીધો તો તેની સાથે અનુક્રમે ભાઈ લક્ષ્મણ અને બલરામ રૂપે શેષનાગે અવતાર લીધો હતો. આ રીતે સમુદ્ર મંથનમાં દોરડા રૂપે નાગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
આ છે નાગ દેવતાની પૂજાની યોગ્ય રીત
નાગપંચમીના દિવસે નાગની પૂજાને લઇને અનેક ખોટી માન્યતાઓ છે. જેમાં નાગને દૂધ પીવડાવવાનું પણ સામેલ છે. જ્યોતિષાચાર્ય કહે છે કે સપેરાની પાસે કેદ નાગની પૂજા અથવા તેને જબરજસ્તી દૂધ પીવડાવવુ નાગદેવનુ અપમાન કરવુ સમાન છે. પૂજા કરવાની આ રીત બિલ્કુલ ખોટી છે. સારું રહેશે કે સપેરાને નાગના પૈસા આપીને તેની પાસે નાગને જંગલમાં મુક્ત કરવામાં આવે. જે લોકોની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય તેઓ નાગ-નાગિનનુ આ રીતે મુક્ત કરાવશે તો તેના બધા દુ:ખ-પરેશાની દૂર થઇ જશે. ધર્મ-શાસ્ત્રોમાં નાગને દૂધ પીવડાવવાનુ નહીં, પરંતુ તેને દૂધથી અભિષેક કરવાની વાત કહેવામાં આવી છે. કારણકે મુક્ત નાગનો અભિષેક કરવો વ્યવહારીક રીતે શક્ય નથી. એવામાં રૂદ્રાભિષેક કરો અને નાગની ભાવ પૂજા કરો. મંદિરમાં ચાંદીનો નાગ-નાગિનનુ જોડુ રાખીને તેનુ પૂજન-અભિષેક કરો. તેનાથી નાગ દેવતા અને શિવજી બંને પ્રસન્ન થાય છે.