Vastu Tips: ઘરની સજાવટ અને ઇન્ટિરિયરમાં દીવાલના રંગ અને પડદાની મુખ્ય ભુમિકા છે. અલગ અલગ રંગના પડદા ઘરને સુંદર તો બનાવે જ છે, ઘરમાં પોઝિટિવ એનર્જી બનાવી રાખવામાં પણ મદદ કરે છે. એવી જ રીતે ઘરના દરેક રૂમનો ઉદ્દેશ્ય અલગ અલગ હોય છે એટલે ઘરના તમામ રૂમમાં એક જ રંગ ન લગાવવો જોઈએ.
વાસ્તુશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે, જેમાં ઘરમાં પોઝિટિવ એનર્જી વધારવાની સરળ વાતો જણાવવામાં આવી છે. એકદમ નાના કામ કરીને આપણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારી શકીએ છીએ. ઘરમાં પડદા લગાવવાની જ વાત કરીએ તો માત્ર દિશાઓ મુજબ પડદાના રંગ પસંદ કરીને પણ આપણે પોઝિટિવિટી વધારી શકીએ છીએ.
દિશા મુજબ, રંગો પસંદ કરવાથી એ લાભ થાય છે કે તે દિશાની પોઝિટિવ એનર્જીને આપણે વધુ એક્સપ્લોર કરી શકીએ છીએ. તે દિશા સાથે જોડાયેલા ફાયદા ઘરમાં રહેતા લોકોને મળે છે.
કઇ દિશામાં અને કેવા પડદા કેવા લગાવવા જોઇએ? જાણો ક્યા રૂમ માટે ક્યો રંગ છે બેસ્ટ
- પૂર્વ દિશાના રૂમમાં લીલા પડદા લગાવવા ઘરના વેપાર અને આવકના સોર્સમાં વૃદ્ધિ માટે શુભ હોય છે.
- પશ્ચિમ દિશામાં બેલા રૂમ માટે સફેદ પડદા લગાવવા ફાયદાકારક રહેશે, આવું કરવાથી ઘરના લોકોને દરેક કામમાં ભાગ્યનો સાથ મળે છે.
- ઉત્તર દિશાના રૂમમાં વાદળી પડદા લગાવવાથી ઘરના ધનમાં વધારો થાય છે.
- દક્ષિણ દિશાના ખૂણામાં રૂમ હોય તો લાલ પડદા સારા રહે છે, તેનાથી ઘરમાં પ્રેમ અને પોતીકાપણું વધે છે.
- રૂમમાં કલરની વાત કરીએ તો બેડરૂમમાં માનસિક શાંતિ અને સંબંધોમાં મધુરતા બની રહે તેના માટે ગુલાબી, આસમાની અથવા લાઇટ ગ્રીન કલર કરાવવો જોઈએ.
- ડ્રોઇંગ રૂમ માટે ક્રીમ, સફેદ અથવા બ્રાઉન કલરનો ઉપયોગ કરવો ફાયદાકારક છે.
- કિચન માટે લાલ અને નારંગી રંગ શુભ માનવામાં આવે છે, તેનાથી ત્યાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય કાયમ સારું રહે છે.
- બાથરૂમમાં સફેદ અથવા વાદળી રંગ સૌથી સારો રહે છે.