જેઠ મહિનાના વદ પક્ષની નોમ તિથિએ સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે
આર્દ્રા નક્ષત્રના દેવતા રૂદ્ર છે
નક્ષત્રમાં જાનવરો સાથે જોડાયેલાં કામ કરવામાં આવે છે
જેઠ મહિનાના વદ પક્ષની નોમ તિથિએ સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને સૂર્ય 6 જુલાઈ સુધી આ નક્ષત્રમાં રહેશે. બુધની રાશિમાં સૂર્ય હોવાથી અને બુધવારે જ નક્ષત્ર બદલાવાથી આ વખતે વરસાદ ખેડૂત અને ખેતીને લગતા વેપાર કરનારા લોકો માટે સમય સારો રહેશે. ગ્રંથોમાં કહેવાયું છે કે જ્યારે સૂર્ય અર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વી રજસ્વલા હોય છે. એટલે કે, આ સમય બીજ વાવવા માટેનો યોગ્ય સમય ગણાય છે.
આર્દ્રા નક્ષત્રના દેવતા રૂદ્ર છે. જેને તોફાન અને વાવાઝોડાના સ્વામી ગણવામાં આવે છે. તેઓ કલ્યાણકારી ભગવાન શિવનું જ સ્વરૂપ છે. આ નક્ષત્રના સ્વામી રાહુ છે. જેને ધરતી પરના ઉત્તરી ધ્રુવ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં જાનવરો સાથે જોડાયેલાં કામ કરવામાં આવે છે. આ ઉર્ઘ્વમુખ નક્ષત્ર છે. એટલે આ નક્ષત્રમાં ઉપરની તરફ ગતિ થતાં કામ કરવામાં આવે છે. એટલે જ્યારે સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં હોય છે ત્યારે બીજ વાવવામાં આવે છે અને ખેતીની શરૂઆત થાય છે. એટલે આર્દ્રા નક્ષત્રમાં સૂર્યના આવવાથી વરસાદનું વાતાવરણ શરૂ થઈ જાય છે.
સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં આવવાથી ખીર-પુરી અને અનેક પ્રકારના પકવાન બનાવવાની પરંપરા છે. ઉગતા સૂર્યને અર્ઘ્ય આપીને પૂજા અને સ્વાગત કરવામાં આવે છે. માન્યતા છે કે આ પરંપરાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે. આર્દ્રા નક્ષત્ર ઉપર રાહુનો ખાસ પ્રભાવ રહે છે. જે મિથુન રાશિમાં આવે છે. જ્યારે સૂર્ય આ નક્ષત્રમાં હોય છે ત્યારે પૃથ્વી રજસ્વલા થાય છે. આ નક્ષત્ર ઉત્તર દિશાના સ્વામી છે.