ભગવાન ગણેશને ચઢાવો આ ભોગ
દરેક મનોકામનાઓ થશે પુરી
સાથે જ દરેક દૂખોમાંથી મળશે છુટકારો
હિંદુ ધર્મમાં ગણેશજીની પૂજાનું ખાસ મહત્વ છે. કોઈપણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવે છે. જેથી કામ સરળતાથી પૂર્ણ થઈ શકે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ગણેશજીની પૂજા નિયમાનુસાર કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. તેનાથી પ્રસન્ન થઈને તે ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન ગણેશની કૃપાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિનો વાસ થાય છે.
એવું માનવામાં આવે છે કે સાચા મનથી ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે, તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. ભોગમાં ગણેશજીને મોદક અર્પણ કરો. તેમજ પૂજામાં ધરો ચઢાવો.ભગવાન ગણેશને મોદક ઉપરાંત લાડવા પણ વધુ પસંદ છે.
તેથી ગણપતિની પૂજા દરમિયાન તેમને લાડવા પણ અર્પણ કરી શકાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ગણેશજીને લાડુ વધુ પ્રિય છે. લાડુમાં તેને ચણાના લોટના લાડુ વધુ પસંદ છે. તેથી પૂજાના સમયે ભગવાન ગણેશને ચણાના લોટના લાડુ પણ અર્પણ કરી શકાય છે.ભગવાન ગણેશને ખીર પણ વધુ પ્રિય છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે માતા પાર્વતી ખીર બનાવતા હતા ત્યારે ગણેશજીને ખીર પ્રિય હોવાના કારણે તે ખીરથી ભરેલો પ્યાલો પુરો ખાલી કરી દેતા હતા. એવામાં તમે પણ ભગવાન ગણેશજીને ખીરનો ભોગ લગાવી શકો છો.હિન્દુ ધર્મમાં કેળાને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. બધા દેવી-દેવતાઓને કેળા અર્પણ કરવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશજીને કેળા અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન ગણેશને પણ કેળા ખૂબ જ પસંદ છે. માટે ગણેશજીને પ્રસન્ન કરવા માટે કેળાનો પણ સમાવેશ કરી શકાય છે.