વાસ્તુ શાસ્ત્રમાં જીવનમાં સુખી થવાના અને ઘર સજાવટના નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. તમે આ નિયમો જાણીને તમારા જીવનની ઘણી સમસ્યાઓ દુર કરી શકો છો. ઘણીવાર મહેનત કરવા અને પૈસા કમાવવા છતા હાથમાં પૈસા ટકતા નથી. ક્માણી કરતા ખર્ચ વધુ રહે છે.તો આવામાં તમારે વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલા અમુક ઉપાયો કરવા જોઇએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર-પૂર્વ દિશા ધન આવવાની દિશા છે અને જો આ દિશામાં ભારે વસ્તુઓ રાખવામાં આવે અથવા તો આ જગ્યાએ ખૂબ ગંદકી હોય તો આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘરમાં પૈસા આવવાની ગતિ ધીમી પડી જાય છે.
આવી જ રીતે જો ઉત્તર-પૂર્વ દિશામાં આખો સમય અંધારું હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે. એટલા માટે હંમેશા આ દિશામાં પ્રકાશ હોવો જોઈએ. તેવી જ રીતે દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દરવાજો કે, તિજોરી રાખવાથી ધન અને જીવનનું નુકસાન થાય છે.
તમારે કઈ દિશામાં મુખ રાખીને ભોજન કરવું જોઈએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન માટે શ્રેષ્ઠ દિશા પૂર્વ છે. આ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. ઉંમર વધે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
જેવા લોકો જે ઝડપથી પૈસા કમાવવા માગે છે, તેઓએ હંમેશા ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું જોઈએ. આ ધનના દેવતા કુબેરની દિશા છે. આ તરફ મુખ રાખીને ભોજન કરવાથી વ્યક્તિ ધનવાન બને છે. ઘરના વડાએ હંમેશા આ દિશામાં મુખ રાખીને ભોજન કરવું જોઈએ.
જે લોકો નોકરી કરે છે અથવા પરીક્ષા-ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છે, તેમણે પણ ઉત્તર તરફ મુખ કરીને ભોજન કરવું જોઈએ. તેનાથી તેમને સફળતા મળશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તેઓ ખૂબ જ ધન કમાશે.
બીજી તરફ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી રોગો દૂર થાય છે. સ્વાસ્થ્ય સારું રહે. તેથી જે લોકો કોઈપણ રોગના શિકાર છે, તેમણે દરરોજ પશ્ચિમ દિશામાં ભોજન કરવું જોઈએ, તેમને જલ્દી લાભ મળશે.
દક્ષિણ દિશામાં મોં રાખીને ભોજન કરવાની ભૂલ ક્યારેય કરશો નહીં. આમ કરવાથી બીમારીઓ તમને ઘેરી લે છે. ઘરમાં ગરીબી આવે છે. પૈસા ખોવાઈ જાય છે. આ દિશા પૂર્વજોની દિશા છે, તેથી આ દિશા તરફ મુખ રાખીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ.