- મનોકામના પૂર્ણ કરતું મોહિની એકાદશીના વ્રતનું મહત્વ
- વિષ્ણુને મોહિનીનું રૂપ ધારણ કરવું પડ્યું
- ભગવાનની મૂર્તિની સામે ઘીનો દીવો કરો અને બાદમાં વ્રતનો સંકલ્પ લો
12 મે એટલે કે ગુરુવારે વૈશાખ સુદ એકાદશી છે. પુરાણોમાં આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. સ્કંધ પૂરાણના વૈષ્ણવખંડ અનુસાર, આ દિવસે સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રગટ થયો હતો અને ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી. એકાદશીનું વ્રત કરનાર લોકોએ વ્રતના એક દિવસ પહેલાં એટલે કે દશમની રાતથી જ વ્રતનું નિયમનું પાલન કરવું જોઈએ. આ વ્રતમાં ફક્ત ફરાળ જ કરવામાં આવે છે.
આવું છે વ્રતનું મહત્વ
ભગવાન વિષ્ણુએ મોહિની એકાદશીના દિવસે મોહિની રૂપ ધારણ કર્યું હતું. આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુની મોહિનીના રૂપમાં પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે વિષ્ણુ ભગવાનની વિધિ-વિધાન સાથે પૂજા અને નિયમ મુજબ વ્રત કરવાથી નેગેટિવિટી દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જ આ વ્રત કરવાથી ધન,યશ, વૈભવ વધે છે. ઘરમાં સુખ શાંતિ રહે છે. માન્યતા છે કે, આ વ્રત કરવાથી વારંવાર જન્મ લેવાના ચક્રમાંથી મુક્તિ મળે છે. એકાદશીનું વ્રત કરવાથી સુખ-સમૃદ્ધિ અને શાંતિ મળે છે. મન અને શરીર સંતુલિત થાય છે. ગંભીર બીમારીઓથી રક્ષા મળે છે. વ્રત રાખનાર વ્યક્તિ મોહમાયા અને બંધનમાંથી મુક્ત થઇ જાય છે.
પૂજા અને વ્રતની વિધિ
એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરો. જો શક્ય હોય તો ગંગાજળ પાણીમાં નાખીને સ્નાન કરો. આ બાદ સ્વચ્છ કપડાં પહેરીને ભગવાનની પૂજા કરવી જોઈએ. ભગવાનની મૂર્તિની સામે ઘીનો દીવો કરો અને બાદમાં વ્રતનો સંકલ્પ લો. એક કળશ પર લાલ વસ્ત્ર બાંધીને કળશની પૂજા કરો. કળશ પર વિષ્ણુની મૂર્તિ રાખો. મૂર્તિને અભિષેક કરીને શુદ્ધ કરીને નવા વસ્ત્રો પહેરાવો. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળા ફૂલ પંચામૃત અને તુલસીના પાન ચઢાવવા જોઈએ. ભગવાન વિષ્ણુને પીળા અને સુગંધિત ફૂલોથી શૃંગાર કરો. ત્યારબાદ દિવા અને અગરબત્તીથી આરતી કરો. મીઠાઈઓ અને ફળોનો ભોગ લગાવો.