સૂર્ય નાડી ચક્ર સમગ્ર પાચન તંત્ર સંચાલન કરે છે
સૂર્ય નાડી ચક્ર વ્યક્તિના ‘અહંકાર’ના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે
ચક્રની ઉર્જા અત્યાધિક હોય છે
મણિપુર ચક્ર કે સૂર્ય નાડી ચક્ર એ ચક્ર પ્રણાલીનું સૌથી મોટું ચક્ર છે. તે વ્યક્તિના આત્મવિશ્વાસને જાળવવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય સંભાળે છે. જો તમે લીડરશીપની ભૂમિકામાં રહેવા ઈચ્છતા હોવ અથવા જાહેરમાં બોલવા માગતા હોવ તો તમારું મણિપુર ચક્ર સ્વસ્થ હોવું જોઈએ. સૂર્ય નાડી ચક્ર સમગ્ર પાચન તંત્ર અને તેના સાથે સંબંધિત પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. તે પાચનતંત્રનું સંચાલન કરતું હોવાથી અગ્નિનું તત્વ તેને દૃષ્ટિ કે ચમત્કારની ભાવનાથી શક્તિ આપે છે. વ્યક્તિ પોતાના માતા-પિતા, બોસ, સત્તાધીશો કે કોઈ પણ મોટી વ્યક્તિ વગેરે સાથે જે પ્રકારના સંબંધો ધરાવે છે તે પણ મણિપુર ચક્રના સ્વાસ્થ્યથી પ્રભાવિત થાય છે.પીળા રંગના આવર્તન આ ચક્રને ઉર્જાથી સભર હોવાનો અનુભવ કરાવે છે. સૂર્ય નાડી ચક્ર વ્યક્તિના ‘અહંકાર’ (Ego)ના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે વ્યક્તિની સ્વ-વિભાવનાને મજબૂત બનાવે છે.
ડાયાબિટીસ એ મણિપુર ચક્રના અસંતુલનથી સર્જાતી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ પૈકીની એક સમસ્યા છે.તમે તમારી જાત માટે શું અને કેવું અનુભવો છો તે આ ચક્ર દ્વારા વ્યાખ્યાયિત થાય છે. વ્યક્તિ શક્તિશાળી અને પ્રખ્યાત બની શકે તે માટે આ ચક્ર તેનું ધ્યાન કેન્દ્રિત રાખવાનું અને તેને આત્મવિશ્વાસથી સભર રાખવાનું કામ કરે છે. ચક્રની ઉર્જા સંતુલિત હોય ત્યારે- પોતાની જાત માટે અને બીજાના માટે આદરની લાગણી અનુભવાય, આત્મવિશ્વાસ, શાંતિ અને પૂર્ણતાનો અનુભવ થાય.ચક્રની ઉર્જા અત્યાધિક હોય ત્યારે- વ્યક્તિ હઠીલી, ટીકાખોર, બદમાશ, આક્રમક અને સ્પર્ધાત્મક બને છે.ચક્રમાં ઉર્જાની ઉણપ હોય ત્યારે- વ્યક્તિમાં સ્વાભિમાનની કમી જોવા મળે છે, સમયનો બગાડ થાય છે, વ્યક્તિ ભયભીત રહે છે, શું કરવું જોઈએ તે નક્કી નથી કરી શકતી, કોઈકના આદેશ પ્રમાણે વર્તે છે-જીવે છે અને જાતે નિર્ણય નથી લઈ શકતી.