રાહુ શબ્દ મનમાં આવતાની સાથે જ લોકોને કોઈ અશુભ પરિણામની ચિંતા થઈ જાય છે. વૈદિક જ્યોતિષમાં પણ રાહ અને કેતુ ગ્રહોને અશુભ અને પેટા છાયા ગ્રહો માનવામાં આવે છે. ઘણીવાર લોકો આ ગ્રહોના નામથી ડરી જાય છે. જો કે, તેમના વિશે હંમેશા ચિંતા કરવાની જરૂર નથી. અન્ય ગ્રહોની જેમ આ બંને ગ્રહો પણ લોકોને શુભ ફળ આપે છે, પરંતુ તે બધું જ રાશિના જાતકોની કુંડળીમાં તેમની સ્થિતિ પર નિર્ભર કરે છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઘણા મોટા ગ્રહોએ પોતાની રાશિ બદલી છે. હવે રાહુનું પણ સંક્રમણ થઈ રહ્યું છે. 30 ઓક્ટોબરે બપોરે 12.30 કલાકે તે મંગળની રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. તેમના આ સંક્રમણથી 3 રાશિના બંધ ભાગ્યના તાળા ખુલશે.
મેષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિથી મીન રાશિમાં રાહુનો પ્રવેશ મેષ રાશિના લોકો માટે શુભ અને ફળદાયી રહેવાનો છે. આ લોકોને ખાસ કરીને નાણાંકીય લાભ મળવાની સંભાવના છે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આવક વધવાની સાથે નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. સમાજમાં તમને માન-સન્માન મળશે.
કર્ક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવા વર્ષમાં રાહુનો બીજી રાશિમાં પ્રવેશ કર્ક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન વેપારમાં લાભ થશે. એટલું જ નહીં, તમે નવું મકાન કે વાહન ખરીદી શકો છો. ધીરજ અને સંયમ રાખવાની જરૂર છે. રાહુ સંક્રમણના સમયગાળામાં અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે.
મીન
રાહુ ઓક્ટોબર 2023માં મેષ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં મીન રાશિના જાતકોને વિશેષ લાભ મળશે.આર્થિક પ્રગતિ થવાની પૂરી સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ઉછીના પૈસા પણ વસૂલ કરી શકાય છે. કરિયરમાં પ્રગતિની તકો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે.