Vastu Tips: વાસ્તુ અનુસાર, દરરોજ મુખ્ય દ્વાર પર એક વસ્તુ છાંટવાથી ભાગ્યનો પૂરો સાથ મળે છે. ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે રોજ સવારે ઘરના મુખ્ય દ્વાર પર એક વસ્તુ છાંટવી શુભ સાબિત થઇ શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના દરેક ખૂણાથી નકારાત્મક અને સકારાત્મક ઉર્જા નીકળે છે. તેથી જરૂરી છે કે ઘરનો દરેક ખૂણો વાસ્તુ દોષથી મુક્ત બને. વાસ્તુમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને વ્યક્તિ ખરાબ શક્તિઓ ઉપરાંત નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવી શકો છો. આ જ ઉપાયોમાંથી એક છે ઘરના મુખ્ય દ્વાર પર દરરોજ પાણીનો છંટકાવ કરવો. સામાન્ય રીતે માનવામાં આવે છે કે, ઘરના મુખ્ય દ્વારથી દેવી-દેવતાના આગમનથી લઇને નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરે છે. તેથી મુખ્ય દ્વાર પર ઓમ, સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાથી લઇને રંગોળી બનાવવામાં આવે છે. આ ઉપરાંત તમે ઇચ્છો તો આ રીતે દરરોજ પાણીનો છંટકાવ કરી શકો છો. ચાલો જાણીએ તેના લાભ અને કેવી રીતે પાણીનો છંટકાવ કરવો જોઇએ.
નકારાત્મક ઉર્જાથી મળશે મુક્તિ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાથી ઘરમાં નકારાત્મક અને ખરાબ શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી. આ એક કવચની જેમ કામ કરે છે.
વાસ્તુ દોષથી મુક્તિ મળશે
સવારે જલ્દી ઉઠીને હથેળીમાં પાણી લઇને મુખ્ય દ્વાર પર છાંટવાથી વાસ્તુ દોષથી મુક્તિ મળે છે.
વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દ્વાર ખૂબ જ શુભ હોય છે. આવી સ્થિતિમાં, જો તે સ્વચ્છ હશે, તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં ઘરમાં રહેતા લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત બનતા પ્રગતિ થશે.
ઘર પણ શુદ્ધ રહેશે
વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાથી સકારાત્મક ઉર્જા વધુ આકર્ષિત થાય છે. તેનાથી ઘર પણ શુદ્ધ થશે.
ઘરમાં સુખ-શાંતિ રહેશેઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થશે, જેનાથી ઘરની પરેશાનીઓ પણ દૂર થશે.
મુખ્ય પ્રવેશદ્વાર પર આ રીતે કરો પાણીનો છંટકાવ
સવારે, તમારી આંગળીમાં સ્વચ્છ પાણી લો અને તેને મુખ્ય દરવાજામાં ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે દરવાજાની ઉપરથી નીચેની તરફ છાંટો અને તેને જમીન પર નાંખી દો. આ સાથે દરવાજાની બંને બાજુ પાણીનો છંટકાવ કરો. આ પછી તેને સુકાવા દો. પાણી છાંટતી વખતે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. તાંબુ ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેનું પાણી છાંટવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને ઘરમાં ખુશીઓ આવશે.
તમે ઘરના મુખ્ય દ્વાર પર જે પાણી છાંટવા જઈ રહ્યા છો તેમાં એક ચપટી હળદર મિક્સ કરો. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિની સાથે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને પરિવારમાં શાંતિ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જ્યારે તમે ઘરની બહાર પાણીનો છંટકાવ કરો છો, ત્યારે અઠવાડિયામાં એકવાર તેમાં મીઠું ઉમેરો. આમ કરવાથી નકારાત્મકતા દૂર થશે અને ઘરનું વાતાવરણ શુદ્ધ રહેશે. ઘરને સાફ કરતી વખતે પણ મીઠાના પાણીનો ઉપયોગ કરી શકાય છે.