ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અશુભ પ્રભાવોને દૂર કરી શકાય છે
આ દિવસે પૂજા કરવાથી માણસના જીવનમાં રૂપિયાની તંગી રહેતી નથી
ઉન્નતિના રસ્તા ખુલી જાય છે
બૃહસ્પતિવાર એટલે કે ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનુ વિધાન વર્ણવામાં આવ્યું છે. ગુરૂવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી કુંડળીમાં ગુરૂના અશુભ પ્રભાવોને દૂર કરી શકાય છે.
ગુરૂવારના દિવસે પૂજાના ફાયદા
- માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી માણસ આત્મવિશ્વાસુ થાય છે. આ સાથે તેની ઉન્નતિના રસ્તા ખુલી જાય છે.
- માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી માણસના જીવનમાં રૂપિયાની તંગી રહેતી નથી. આ સાથે દરેક પ્રકારની સમસ્યામાંથી છૂટકારો મળે છે.
- ગુરૂવારના દિવસે પૂજા કરવાથી જાતકની કુંડળીના દોષ સમાપ્ત થાય છે.
ગુરૂવારના દિવસે કરો આ કામ
- જ્યોતિષીઓનુ કહેવુ છે કે પીતામ્બરધારી ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે. તેથી સ્નાન કર્યા બાદ પૂજામાં બેસતા સમયે પીળા રંગના કપડા પહેરો. પીળા ફૂલોને અર્પણ કરો.
- આ દિવસે એકાગ્ર ચિત્તે ઓમ બૃ બૃહસ્પત્યે નમ:નો જાપ ઓછામાં ઓછી 108 માળા કરો.
- માન્યતા છે કે ભગવાન વિષ્ણુને કેળાનુ ઝાડ અત્યંત પ્રિય છે તેથી કેળાના ઝાડની પાસે બેસીને પૂજા કરો. આ સાથે કેળાના ઝાડની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી લાભ થાય છે.
- જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરૂવારની પૂજા કરતા પહેલા ન્હાવાના પાણીમાં એક ચપટી હળદર પાઉડર નાખીને સ્નાન કરો અને ત્યારબાદ પૂજામાં બેસો. આમ કરવાથી માણસનુ મન એકાગ્ર થાય છે અને શરીરને બિમારીમાંથી મુક્તિ મળે છે.