મોટા ગ્રહોની ઑગષ્ટમાં બદલાશે ચાલ
ધાર્યુ નહી હોય તેવુ આપશે પરિણામ
માત્ર 3 રાશિના જાતકો જ ભાગ્યશાળી
જેવી રીતે ગ્રહોની સ્થિતિ બદલાય છે તેની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળે છે. તેવી રીતે જ્યારે મહિનો બદલાય તેની પર આપણા પણ ઘણી અસર પડે છે. કારણ કે દિવસ જાય તેમ ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. ત્યારે હવે આવી રહ્યો છે ઓગષ્ટ મહિનો. ત્યારે આ મહિનામાં પણ મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઇ રહ્યું છે.
પ્રથમ ગ્રહ પરિવર્તન 9 ઓગસ્ટે થશે. આ દિવસે બુધ કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બીજું રાશિ પરિવર્તન 11 ઓગસ્ટે થશે. શુક્ર 11 ઓગસ્ટે સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ત્રીજુ રાશિ પરિવર્તન 17 ઑગષ્ટે થશે. આ દિવસે સૂર્ય કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે ચોથા ગ્રહનું ગોચર 26 ઑગષ્ટે થશે. બુધ કન્યા રાશિમાં પરિર્તન કરશે.
આ રાશિના જાતકોને થશે લાભ
મેષ-
ઓગષ્ટમાં રાશિ પરિવર્તનની શુભ અસર મેષ રાશિના લોકો પર પડશે. આ દરમિયાન તમને કામમાં સફળતા મળશે. જો કે આ સમય દરમિયાન તમે વ્યસ્ત રહી શકો છો. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળશે.
મિથુન-
ઓગષ્ટમાં ગ્રહોનું સંક્રમણ મિથુન રાશિના લોકો માટે શુભ અસર કરશે. આ દરમિયાન તમારી કાર્યશૈલીમાં સુધારો થશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. માન-સન્માનમાં વધારો થવાની સંભાવના છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે.
તુલાઃ-
તુલા રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો ખુશીની ભેટ લઈને આવી શકે છે. ઓગસ્ટમાં ગ્રહ રાશિમાં પરિવર્તન તમને ભાગ્યશાળી બનાવી શકે છે. વેપારીઓ માટે લાભની તકો રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો. પ્રોત્સાહન અથવા પુરસ્કારોની શક્યતાઓ છે.