શું તમે ઘરનુ ઘર ખરીદી રહ્યાં છો?
તો વાસ્તુ પર ખાસ ધ્યાન આપો
નહીંતર મુશ્કેલીઓ વધશે અને થશે નુકસાન
તમે પણ ખરીદી રહ્યાં છો સપનાનુ ઘર અથવા બનાવી રહ્યાં છો તો તેની આજુબાજુના વાસ્તુ પર પણ ખાસ ધ્યાન આપો. નહીંતર મુશ્કેલીઓ વધી શકે છે અને થઇ શકે છે નુકસાન.
ક્યારેય પણ એવી જગ્યાએે ઘર ના લેશો જ્યાં જૂની બિલ્ડિંગ અને ખંડેર હોય. આવા સ્થાનો પર નકારાત્મક ઉર્જા વધુ હોય છે. જે પરિવાર માટે નુકસાનકારક હોય છે.
ત્રણ શેરીઓ અથવા ત્રણ રસ્તા
જ્યારે પણ ઘર ખરીદો તો આ વાતનુ ધ્યાન રાખો કે ઘર ક્યારેય પણ T-Point એટલેકે જ્યા ત્રણ શેરીઓ અથવા ત્રણ રસ્તા આવીને મળે છે, આવી જગ્યાએ ના હોય. આવી જગ્યાએ ઘરનુ હોવુ શુભ મનાતુ નથી. કારણકે આવી જગ્યા પર રહેનારા હંમેશા કોઈના કોઈ પરેશાનીમાં રહે છે.
વૃક્ષ અથવા થાંભલો
જ્યારે પણ ઘર ખરીદો તો આ વાતનુ ધ્યાન રાખો કે ઘરની પાસે કોઈ વૃક્ષ અથવા થાંભલો ના હોય. આ હોવાથી માણસને કોઈ પણ કામમાં અડચણોનો સામનો કરવો પડે છે. આ સાથે નાના-નાના કામમાં પરેશાની આવે છે.