ચોથના દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે
શુક્રવારે મહલક્ષ્મીની ખાસ પૂજા કરવાની પરંપરા છે.
લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની પ્રતિમાઓનો અભિષેક કરો
3 જૂનના રોજ જેઠ મહિનાના સુદ પક્ષની ચોથ છે. આ દિવસે શુક્રવાર, ચોથ અને સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે. ચોથના દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. શુક્રવારે મહલક્ષ્મીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. ચોથના દિવસે સવારે જલ્દી જાગવું જોઈએ અને સ્નાન કર્યા પછી કોઈ ગણેશ મંદિરમાં જવું અથવા ઘરના મંદિરમાં પૂજાની તૈયારી કરવી જોઈએ.
ભગવાન સામે વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ.ભગવાન ગણેશનો અભિષેક કરો. ગણેશજીને સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ, વસ્ત્ર વગેરે શુભ વસ્તુઓ ચઢાવો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરીને પૂજા કરો.પૂજામાં ભગવાનને દૂર્વા અને જનોઈ ચઢાવો. ફળનો ભોગ ધરાવો. દીવો પ્રગટાવીને આરતી કરો. પૂજા પછી પ્રસાદ અન્ય ભક્તોને આપો અને તમે પણ લો. તે પછી તેમના 12 નામ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.
લક્ષ્મી પૂજા:
શુક્રવારે લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની પ્રતિમાઓનો અભિષેક કરો. તેના માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને અભિષેક કરો. તે પછી શુદ્ધ જળ અર્પણ કરો. અભિષેક પછી વસ્ત્ર, હાર-ફૂલ, ભોગ વગેરે વસ્તુઓ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા પછી ભગવાન પાસે જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માગો. પ્રસાદ વહેંચો અને તમે પણ લો.