ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ અને વામન અવતારની પૂજા કરવામાં આવે છે
આ દિવસે વ્રત રાખવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે
ગંગા અને યમુના સહિત કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે.
જેઠ મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ અને વામન અવતારની પૂજા કરવામાં આવે છે. જેને ત્રિવિક્રમ બારસ કહેવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે. સાથે જ, જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ પણ દૂર થાય છે. આ દિવસે ઉપવાસ કરવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. ઉપવાસનો શાબ્દિક અર્થ એ થાય કે ઉપ એટલે નજીક અને વાસનો અર્થ પાસે રહેવું. એટલે ભોજન અને બધા સુખનો ત્યાગ કરીને ભગવાનને પોતાની નજીક અનુભવ કરવા જ ઉપવાસ છે.
જેઠ મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ ગંગા અને યમુના સહિત કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. આ તિથિએ મથુરાના યમુના જળમાં તલ મિક્સ કરીને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા, પછી જળ અને અનાજ સાથે જ તલનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે.
કરો આ રીતે પૂજા:
જેઠ મહિનાની બારસ તિથિએ સૂર્યોદય પહેલાં તલના પાણીથી સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. આ તિથિએ સ્નાન કર્યા પછી સફેદ કે પીળા કપડા પહેરીને સોળ પ્રકારની વસ્તુઓથી ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ દિવસે પંચામૃત સાથે જ શંખમાં દૂધ અને જળ ભરીને ભગવાનનો અભિષેક કરવાનું વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. તે પછી તુલસી પાન ચઢાવીને કેરી કે અન્ય સિઝનલ ફળનું નૈવેદ્ય ધરાવો.