ભોજનથી મળેલી ઉર્જા દરેક ગતિવિધિ પર મોટો પ્રભાવ પાડે છે
વાસ્તુ શાસ્ત્રના આ નિયમોનું આવશ્ય પાલન કરવુ
ખોટી દિશા બાજુ મોંઢૂ રાખીને ભોજન કરવાથી થઇ શકે મોટુ નુકસાન
આપણા જીવનમાં વાસ્તુ શાસ્ત્ર પણ એટલુ જ અસર કરે છે જેટલી આપનાઈ મહેનત કોઈ કાર્ય માટે હોય, આજના સમયમાં લોકો વાસ્તુ શાસ્ત્રમાં પણ માનતા હોય છે, ત્યારે સવારે ઊઠીયે ત્યારથી લઈને સાંજે સૂઈએ ત્યાં સુધી દરેકમાં વસ્તુનું મહત્વ રહ્યું છે. ત્યારે આજે આપણે જાણીએ કે ભોજન બનાવતા અને લેતી વેળાએ વાસ્તુશાસ્ત્રનું મુખ્ય ધ્યાન રાખવું જોઈએ.ભોજનનો સીધો સંબંધ તમારા આરોગ્ય સાથે હોય છે, પરંતુ આ સિવાય પણ ભોજનથી મળેલી ઉર્જા દરેક ગતિવિધિ પર મોટો પ્રભાવ નાખે છે. તેથી વાસ્તુ શાસ્ત્રમાં ભોજન પકાવવાથી લઇને ભોજન કરવાની દિશા અને તેની રીત પર મોટો ભાર આપવામાં આવ્યો છે.
વાસ્તુ શાસ્ત્રના આ નિયમોનું આવશ્ય પાલન કરવુ જોઈએ. નહીંતર તમારા આરોગ્યથી લઇને આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પાડે છે. ભોજન કરતી સમયે હંમેશા દિશાનુ ધ્યાન રાખો. ખોટી દિશા બાજુ મોંઢૂ રાખીને ભોજન કરવુ મોટુ નુકસાન કરી શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોંઢૂ રાખીને ભોજન કરવુ સૌથી સારું હોય છે. આવુ કરવાથી આરોગ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. વ્યક્તિ દીર્ધાયુ થાય છે. ઉત્તર દિશા તરફ મોંઢૂ રાખીને ભોજન કરવાથી ધનના દેવ કુબેર પ્રસન્ન થાય છે અને માણસ ધનવાન બને છે.
જ્યારે પશ્ચિમ દિશા તરફ મોંઢૂ રાખીને ભોજન કરવાથી બિમારીઓ દૂર થાય છે. માણસનુ માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પરંતુ હંમેશા યાદ રાખો કે દક્ષિણ દિશા તરફ મોંઢૂ રાખીને ક્યારેય પણ ભોજન ના કરશો. આ યમની દિશા હોય છે અને આવુ કરવાથી માણસ બિમારીઓનો શિકાર થાય છે. આ સાથે માણસની ઉંમર પણ ઓછી થાય છે.
ભોજન બનાવતી સમયે હંમેશા પહેલી રોટલી ગાય માટે નિકાળો. એવુ ભોજન ના કરશો જેમાં વાળ પડી ગયા હોય અથવા કોઈનો પગ વાગી ગયો હોય. આવુ ભોજન દૂષિત થાય છે અને નકારાત્મક ઉર્જા આપે છે.