11 જૂનના રોજ ગાયત્રી જયંતી ઊજવવામાં આવશે.
14 જૂનના રોજ પૂર્ણિમાએ વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે.
જેઠ મહિનાની પૂનમને મન્વાદિ તિથિ કહેવામાં આવે છે.
જૂનથી બીજા સપ્તાહના છેલ્લાં અને ત્રીજા સપ્તાની શરૂઆતના દિવસોમાં મોટા વ્રત-તહેવાર છે. 14 જૂનના રોજ પૂર્ણિમાએ વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. ગ્રંથોમાં આ દિવસે સ્નાન-દાનનું ખૂબ જ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.11 જૂનના રોજ ગાયત્રી જયંતી ઊજવવામાં આવશે. આ દિવસે નિર્જળા એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે કશું જ ખાધા-પીધા વિના નિર્જળ રહીને વ્રત કરવામાં આવે છે. આ દિવસોમાં ભગવાન વિષ્ણુની મૂર્તિને ચાંદી અથવા સોનાની હોડીમાં બેસાડીને તેમને નૌકા વિહાર પણ કરાવવામાં આવે છે.
આ દિવસે જળથી ભરેલું માટલું, પંખો, કેરી, તરબૂચ અથવા કોઈપણ સિઝનલ ફળનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.પુરાણો પ્રમાણે જેઠ મહિનાની પૂનમને મન્વાદિ તિથિ કહેવામાં આવે છે. એટલે આ દિવસે કરવામાં આવેત તીર્થ સ્નાન અને દાનથી મળતું પુણ્ય અખૂટ હોય છે. ભવિષ્ય અને સ્કંદ પુરાણ પ્રમાણે જેઠ મહિનાની પૂર્ણિમાએ વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. આ દિવસે વડના ઝાડ નીચે ભગવાન શિવ-પાર્વતી પછી સત્યવાન અને સાવિત્રીની પૂજા કરવામાં આવે છે. સાથે જ, યમરાજને પણ પ્રણામ કરવામાં આવે છે. પોતાના પતિની લાંબી ઉંમર માટે પરિણીતા મહિલાઓ આ વ્રત કરે છે.