કુંભ એ શનિના સ્વામિત્વ ધરાવતી રાશિ છે
સોમવારના યોગમાં શનિ જયંતી 1995માં ઊજવવામાં આવી હતી
શનિ જન્મોત્સવ 29 મે 1995ના રોજ ઊજવવામાં આવ્યો હતો.
સોમવાર આજ 30 મેના રોજ વૈશાખ મહિનાની અમાસ છે. શનિ ગ્રહ આ સમયે કુંભ રાશિમાં છે. આ શનિના સ્વામિત્વ ધરાવતી રાશિ છે. 2022 પહેલાં કુંભ રાશિમાં શનિ અને સોમવારના યોગમાં શનિ જયંતી 1995માં ઊજવવામાં આવી હતી. તે વર્ષે શનિ જન્મોત્સવ 29 મે 1995ના રોજ ઊજવવામાં આવ્યો હતો.
શનિની સાડાસાતી:
- શનિ સૂર્ય સાથે હંમેશાં દુશ્મનીનો ભાવ રાખે છે. બુધ, શુક્ર શનિના મિત્ર છે. ગુરુ સમ છે અને ચંદ્ર-મંગળ પણ દુશ્મન છે. શનિ તુલા રાશિમાં ઉચ્ચનો રહે છે અને મેષ રાશિમાં નીચનો હોય છે.
- મકર-કુંભ રાશિનો આ સ્વામી છે. શનિ જે રાશિમાં રહે છે, તે રાશિ ઉપર, તેની આગળ અને પાછળની રાશિ ઉપર શનિની સાડાસાતી રહે છે.
- શનિ હાલ કુંભ રાશિમાં છે એટલે કુંભથી પાછળ મકર અને કુંભથી આગળ મીન રાશિમાં સાડાસાતી ચાલી રહી છે.
- શનિ જે રાશિમાં છે, ત્યાંથી છઠ્ઠી અને દસમી રાશિમાં શનિની ઢૈયા રહે છે. આ સમયે કર્ક અને વૃશ્ચિક રાશિમાં શનિની ઢૈયા ચાલી રહી છે.
શનિની પ્રસન્નતા માટે ચોક્કસ કરો દાન:
- શનિની પ્રસન્નતા માટે ગરીબોને અનાજ, કપડા, બૂટ-ચપ્પલ, તેલ, અડદ, કાળા તલ, લોખંડના વાસણ, કાળી ગાય, કાળા ફૂલ, નીલમનું દાન કરવું જોઈએ.
- શનિ જયંતીએ સંકલ્પ લો કે આપણાં કારણે ક્યારેય કોઈને દુઃખ થાય નહીં.
- આ દિવસે હનુમાનજીની પૂજા પણ કરો. જે લોકો માતા-પિતાની સેવા કરે છે, તેમને શનિની કૃપા મળે છે.