આજે ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી પાપ દૂર થાય છે
સૂર્યને અર્ઘ્ય આપવાથી ઉંમર વધશે
જાણો શાસ્ત્ર મુજબ બારસ તિથિનું શું છે મહત્વ
25 જૂન એટલે આજે જેઠ મહિનાના વદ પક્ષની બારસ તિથિ છે. આ તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ હોય છે. એટલે આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવાનું વિધાન પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ દિવસે તીર્થ સ્નાન અથવા ગંગાજળ મિક્સ કરેલાં પાણીથી નાહવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. ભગવાન વિષ્ણુની તિથિ હોવાથી આ દિવસે વ્રત અને પૂજા કરવાથી અનેકગણું પુણ્ય ફળ મળે છે. નારદ પુરાણ પ્રમાણે બારસ તિથિએ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાથી, બાર નામનો જાપ કરવાથી અને સૂર્યને પ્રણામ કરવાથી દોષ દૂર થાય છે. બીમારીઓ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ગ્રંથોમાં દર બારસ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની તેમના 12 નામથી પૂજા કરવી જોઈએ. સાથે જ, બ્રાહ્મણ ભોજન કે જરૂરિયાતમંદ લોકોને અનાજદાન કરવું જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે અને અખૂટ પુણ્ય મળે છે. પુરાણો પ્રમાણે આ તિથિના શુભ પ્રભાવથી સુખ-સમૃદ્ધિ વધે છે અને મોક્ષ મળે છે.
જેઠ મહિનાની એકાદશીએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું જોઈએ. બની શકે તો નાહતી સમયે પૂર્વ દિશા તરફ મુખ કરવું જોઈએ. આ તિથિએ પાણીમાં ગંગાજળના થોડા ટીપા, તલ અને આંબળા મિક્સ કરીને નાહવાનું વિધાન છે. આ પ્રકારે નાહવાથી તીર્થ અને દિવ્ય સ્નાનનું પુણ્ય ફળ મળે છે. નાહતી સમયે ૐ નમો નારાયણ બોલીને સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે.
સ્કંદ પુરાણ અને મહાભારતના અશ્વમેધિક પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે દરેક મહિનાની બારસ તિથિએ શંખમાં દૂધ અને ગંગાજળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુ કે શ્રીકૃષ્ણની મૂર્તિનો અભિષેક કરવો જોઈએ. તે પછી પૂજન સામગ્રી અને પછી તુલસીના પાન ચઢાવો. પૂજામાં ભગવાન વિષ્ણુને સિઝનલ ફળ અર્પણ કરવા જોઈએ. તે પછી નૈવેદ્ય ધરાવીને પ્રસાદ વહેંચો. પછી બ્રાહ્મણ ભોજન અથવા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ અને દોષ દૂર થાય છે.
નારદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુના જ સ્વરૂપ દ્વાદશ આદિત્યોની પૂજા કરવી જોઈએ. આ તિથિએ સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરવું જોઈએ. તે પછી ઉગતા સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને દ્વાદશ આદિત્યોના નામનો જાપ કરવો જોઈએ. આવું કરવાથી બીમારીઓ દૂર થવા લાગે છે અને ઉંમર પણ વધે છે.