મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે.
હનુમાનજીની ખાસ પૂજા-અર્ચના કરવાંથી વ્યક્તિનાં તમામ કષ્ટ પણ દૂર થાય છે.
જેઠ મહિનામાં આવતાં મંગળવાર ઘણાં શુભ માનવામાં આવે છે
મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આમ તો દર મંગળવારનું ખાસ મહત્વ હોય છે પણ જેઠ મહિનામાં આવતાં મંગળવાર ઘણાં શુભ માનવામાં આવે છે. આજે જેઠ મહિનાનો બીજો મંગળવાર છે. 24 મે 2022નાં રોજ વૃદ્ધ મંગળ (બુઢવા મંગળ) પણ કહેવાય છે. આ દિવસે હનુમાનજીની ખાસ પૂજા-અર્ચના કરવાંથી વ્યક્તિનાં તમામ કષ્ટ પણ દૂર થાય છે. આજનાં દિવસે હનુમાનજીની આરતી અને હનુમાન ચાલિસાનું પઠન કરવું. જો સમય મળે તો સુંદરકાંડનું પઠન કરવું અથવા તો આપ દિવસ દરમિયાન તેને સાંભળી પણ શકો છો. તેનાંથી આપને જરુર ફાયદો થશે
જાણો હનુમાનજીની પૂજા વિધિમાં શું કરવું:
-મોટા મંગળનાં દિવસે સવારે વહેલાં ઉઠી સ્નાન કરી ચોખ્ખા કપડાં પહેરવાં
-તે બાદ પૂજા સ્થળ પર હનુમાનજીની મૂર્તિ કે પ્રતિમા રાખો
-પૂર્વ દિશા તરફ મો કરી બેસો
-પછી હનુમાજીને પહેલાં એક વખત ગંગાજળથી સ્નાન કરાવો, પછી પંચામૃતથી સ્નાન કરાવો, અંતમાં ચોખ્ખા પાણીથી સ્નાન કરાવો
-આ બાદ હનુમાનજી આગળ ઘીનો દીવો કરો અને વસ્ત્ર અર્પિત કરો.
-આ બાદ હનુમાનજીને પાન ચઢાવો
-અંતમાં કપૂર પ્રગ્ટાવી હનુમાનજીની આરતી કરો અને હાથ જોડી તમારી પ્રાર્થના પ્રભુ પાસે કરો.
आरती कीजै हनुमान लला की ।
दुष्ट दलन रघुनाथ कला की ॥ आरती कीजै …
ભાવાર્થ – આવો, આપણે બધા મળીને પ્રિય હનુમાનજીની આરતી કરીએ જેઓ દુષ્ટોનો નાશ કરનાર છે અને શ્રી રામચંદ્રજીના અભિન્ન અંગ છે.
जो हनुमान जी की आरती गावे ।
बसि वैकुण्ठ परम पद पावे ॥ आरती कीजै …
ભાવાર્થ – જે કોઇ પણ વ્યક્તિ હનુમાનજીની આરતી ગાય છે, તે વિષ્ણુજીના પરમ ધામ વૈકુંઠ જઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.