Astrology News: લોકો ઘણી મહેનતથી ઘર બનાવે છે. આ ઘરના દરેક રૂમને સુંદર બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. બધા રૂમમાં ફોટો પણ લગાવે છે. તેમાં ભગવાની મૂર્તિ અને ફોટો પણ રહે છે. સનાતન ધર્મમાં પૂજાનું ખૂબ જ મહત્વ છે. લોકો પોતાના ઘરોમાં પૂજાનું સ્થાન જરૂર બનાવે છે.
પરંતુ તમને જણાવી દઈએ કે ઘણા ઘરોમાં તમે જોયું હશે કે એક કરતા વધારે રૂમમાં ફોટો અને મૂર્તિ સજાવવામાં આવે છે. પરંતુ તેને લઈને વાસ્તુના જાણકાર કહે છે કે દરેક જગ્યા પર ભગવાનના ફોટો ન રાખવા જોઈએ. તેની અસર આપણા જીવન પર પડે છે.
ન કરો આ ભૂલો
તમે પણ પોતાના ઘરમાં આ ભૂલ કરો છો તો તેને જરૂર સુધારી લો. સાથે જ તમને જણાવી દઈએ કે જો ઘરમાં એક જ પ્રકારના ભગવાનની બે તસવીરો હોય તો તે ખોટુ છે. તમે ઘરમાં એક ભગવાનની બે તસવીરો રાખો પરંતુ એક જેવી બે તસવીરો ન રાખો. તેનાથી તમારા ઘર પર મુશ્કેલી આવી શકે છે.
તેની સાથે જ તમને જણાવી દઈએ કે રૂમની સામે જ ભગવાનનો ફોટો ન લગાવો. દરેક જગ્યા પર ભગવાનનો ફોટો એટલે ન લગાવવો જોઈએ કારણ કે દરેક જગ્યા પર તેમની સેવા કરવી સંભવ નથી.
આ કોણને રાખો ઉપર, મા કાળીની ન લગાવો તસવીર
સાથે જ તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ઘર બનાવો છો તો તમે ઘણી ભૂલો કરી બેસો છો. તેને પણ તમે પોતાના જીવનમાં ન કરો. ખાસકરીને પૂજાનો રૂમ હંમેશા દરેક રૂમથી સારો હોવો જોઈએ.
જેથી ભગવાનનો વાસ તમારા ઘરમાં થઈ શકે. તેમણે જણાવ્યું કે ઘરના દક્ષિણ કોણને હંમેશા ઉપર રાખો. તેની સાથે જ તમારા ઘરમાં માતા કાળીની તસવીર બિલકુલ ન રાખો. આ પણ તમારા માટે યોગ્ય નહીં રહે.