- 10 ઓગસ્ટ સુધી મેષ રાશિમાં મંગળ રહેશે
- આઠ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે
- આ અશુભ યોગમાં પ્રાકૃતિક આપત્તિઓ થવાની શક્યતા
27 જૂનના રોજ મંગળ પોતાની જ રાશિ એટલે મેષમાં આવી ગયો છે. હવે લગભગ 45 દિવસ સુધી આ રાશિમાં રહેશે. પછી 10 ઓગસ્ટના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે. મેષ રાશિમાં પહેલાંથી રાહુ હાજર છે. એટલે જ્યારે આ બંને ગ્રહોની યુતિથી અંગારક યોગ બનશે. આ અશુભ યોગના પ્રભાવથી દેશ-દુનિયામાં થોડી અનિચ્છનીય ઘટનાઓ થવાની શક્યતા રહેશે. સાથે જ, તેની અશુભ અસર આઠ રાશિના જાતકો ઉપર પડશે.
જ્યોતિષના જણાવ્યા પ્રમાણે અંગારક યોગ બનવાથી દેવુ, ખર્ચ, બીમારી, ધનહાનિ અને વિવાદ વધે છે. એટલે બધી રાશિના લોકોએ આ મામલે સાવધાન રહેવાની જરૂર છે. આ અશુભ યોગના કારણે પ્રાકૃતિક આપત્તિઓ આવવાની શક્યતા બની રહે છે. જેમાં મોટાભાગે ભૂકંપ, વીજળી પડવી, આગની દુર્ઘટનાઓ, લેન્ડ સ્લાઇડ, સડક દુર્ઘટના, પુલ ધરાશાયી થવા અને પૂર આવવાના યોગ બનશે. ત્યાં જ, દેશમાં તોફાન થઈ શકે છે. અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ થઈ શકે છે.
મંગળના રાશિ બદલવાથી મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો મંગળની અશુભ અસરથી બચી જશે. આ રાશિના લોકોની યોજનાઓ પૂર્ણ થઈ શકે છે. જોબ અને બિઝનેસમાં ફાયદો આપનાર સમય રહેશે. અચાનક ધનલાભના યોગ પણ બનશે. દુશ્મનો ઉપર વિજય મળી શકે છે. દૂર સ્થાની ફાયદાકારક યાત્રા થઈ શકે છે. ખર્ચમાં ઘટાડો આવી શકે છે. બચત વધશે. સરકારી નોકરી કરનાર લોકો માટે ફાયદો આપનાર સમય રહેશે. પ્રોપર્ટીને લગતી ખરીદી-વેચાણ થઈ શકે છે. કિસ્મતનો સાથ મળશે. મહેનત અને પરાક્રમ પણ વધશે.
મંગળના રાશિ પરિવર્તનથી મેષ, વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને મીન રાશિના લોકો માટે ઠીક રહેશે નહીં. આ આઠ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. અશુભ યોગ બનવાથી રોજિંદા કામકાજમાં વિઘ્ન આવી શકે છે. માનસિક તણાવ વધશે. કામમાં મન લાગશે નહીં. પ્રોપર્ટીને લગતા મામલાઓમાં સાવધાન રહેવું પડશે.
લગ્નજીવનમાં તણાવ વધી શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની થઈ શકે છે. ઉધાર લેવાના યોગ બનશે. યોજનાઓ અધૂરી રહી શકે છે. દૂર સ્થાનની યાત્રાઓના પણ યોગ બનશે. આવી યાત્રાઓમાં ખર્ચ થઈ શકે છે. મહેનતનું ફળ ઓછું મળી શકશે. બચત ખર્ચ થઈ શકે છે. ગુસ્સામાં કહેલી કોઈ વાતના કારણે નુકસાન થવાના યોગ બનશે. ગુપ્ત વાતો ઉજાગર થઈ શકે છે. કિસ્મતનો સાથ પણ મળી શકશે નહીં.