એઇમ્સમાં થતી સ્ટેમ સેલની સારવાર હવે SSGમાં પણ થશે.
7 લાખમાં થતી સારવાર સરકારી હોસ્પિટલમાં હવે માત્ર 25 હજારમાં થઇ જશે.
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટની સ્થાપના પણ સરળ રીતે થઇ શકશે.
વડોદરાની SSG હોસ્પિટલમાં વધુ એક નવું આયામ ઉમેરાયું છે. સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરને CLAA દ્વારા સ્ટેમ સેલ હારવેસ્ટિંગનું લાયસન્સ મળી ગયું છે. વડોદરાની SSG હોસ્પિટલ સ્ટેમ સેલ હારવેસ્ટિંગનું લાયસન્સ મેળવનાર દેશની પ્રથમ હોસ્પિટલ બની ગઇ છે.અત્યાર સુધી માત્ર એઇમ્સમાં થતી સ્ટેમ સેલની સારવાર હવે SSGમાં પણ થશે.આ સુવિધાના કારણે હવેથી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટની સ્થાપના પણ સરળ રીતે થઇ શકશે. પ્રાઇવેટ હોસ્પિટલમાં 7 લાખમાં થતી સારવાર સરકારી હોસ્પિટલમાં હવે માત્ર 25 હજારમાં થઇ જશે.
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટની સ્થાપના સરળ બનશે:
આ સુવિધાના કારણે હવેથી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટની સ્થાપના પણ સરળ રીતે થઇ શકશે. પ્રાઇવેટ હોસ્પિટલમાં 7 લાખમાં થતી સારવાર સરકારી હોસ્પિટલમાં હવે માત્ર 25 હજારમાં થઇ જશે.સેન્ટ્રલ લાયસન્સ એપ્રુવિંગ ઓથોરિટી દ્વારા સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટર માટે સ્ટેમ સેલ હારવેસ્ટિંગની નવી અને અગત્યની સુવિધાને મંજૂરી અંગેની રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જાણ કરવામાં આવી છે.
સી.એલ.એ.એ. દ્વારા સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરને એફેરેસિસ પ્રોસિજર દ્વારા બ્લડ કંપોનંટ્સ (રક્ત ઘટકો) ના ક્ષેત્રમાં બે નવી પ્રોડક્ટ્સની મંજૂરી આપવામાં આવી છે. જેમાં એફેરેસીસ દ્વારા ગ્રેન્યુલોસાઇટ અને પેરીફેરલ બ્લડ સ્ટેમસેલ્સ બનાવવાની મંજૂરી અપાઇ છે. હાલના પરવાના હેઠળ બ્લડ સેન્ટરને જેની પરવાનગી મળી છે એ પ્રોડક્ટ્સમાં આ બે નવી પ્રોડક્ટ્સની પરવાનગી ઉમેરવામાં આવી છે.