રાજયમાં અરાજક તત્વો પાસેથી નુકસાનની ભરપાઈનો કાયદો લાવશે
ગુજરાતમાં પણ લાગૂ થશે યોગી મોડલ
અરાજક તત્વોને કંટ્રોલ કરવા માટે લેવાશે નિર્ણય
ગુજરાતમાં ભાજપ સરકાર તોફાની તત્વો તરફથી સરકારી અથવા પ્રાઈવેટ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડનારા લોકો પાસેથી રિકવરી કરવા માટેનો કાયદો ટૂંક સમયમાં લાવી શકે છે. તેનાથી સંબંધિત કાયદાને ઓર્ડિનેંસ દ્વારા રજૂ કરવાની તૈયારી છે. ત્યાર બાદ ભવિષ્યમાં સરકાર તેને વિધાનસભામાં બિલ તરીકે પાસ કરાવશે.
ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ પહેલાથી જ આ પ્રકારના કાયદાને લાગૂ કરી ચુક્યા છે, જે અંતર્ગત સરકારી અથવા પ્રાઈવેટ સંપત્તિને નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે. આ પ્રસ્તાવિત કાયદો ગુજરાત રિકવરી ઓફ ડેમેઝ્સ ઓફ પબ્લિક એન્ડ પ્રાઈવેટ પ્રોપર્ટીઝ હોઈ શકે છે. રાજ્યના ગૃહમંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું છે કે, ઉત્તર પ્રદેશ ને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોની સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા અરાજક તત્વો માટે કડક કાયદા બનાવ્યા છે.
ગુજરાત સરકારે આ કાયદાનું અધ્યયન કર્યું છે અને આવા કાયદાની જોગવાઈઓ આપણે ત્યાં લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તેને લઈને ટૂંક સમયમાં એક ઓર્ડિનેંસ લાવવામાં આવશે. જેમાં સરકારી અથવા ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડનારા અરાજક તત્વો પાસેથી ડબલ અથવા ત્રણ ગણી ભરપાઈ વસૂલવાની જોગવાઈ હશે.
સૂત્રએ જણાવ્યું છે કે, જો આવા તત્વો નુકસાનની ભરપાઈ કરી શકતા નથી, તો તેમની સંપત્તિ સીઝ અથવા હરાજી કરવામાં આવશે. તેની સાથે જ જેલમાં મોકલવાની જોગવાઈ પણ સામેલ છે. અન્ય કાયદાની માફક તેમાં પણ ટ્રિબ્યૂનલ અને સ્પેશિયલ કોર્ટ હશે, જે એ નક્કી કરશે કે કેસ આ કાયદા અંતર્ગત આવે છે કે, નહીં, પ્રસ્તાવિત કાયદામાં એવી પણ જોગવાઈ હશે કે, જે વ્યક્તિની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે, તે વ્યક્તિ ભરપાઈ માટે દાવો કરી શકે છે.