કાર ખરીદતી કે વેચતી વખતે RC Transfer પ્રોસેસ જરૂરથી કરાવો
કાર RC Tranfer નહીં હોય તો, પાછળથી મુશ્કેલીમાં મુકાશો
જાણો કાર RC Tranfer કરાવાની પદ્ધતિ
પંજાબના મશહૂર સિંગર સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ હત્યાકાંડમાં કોરોલા ગાડીનો ઉપયોગ થયો હતો. જે દિલ્હીના અમિત કુમાર અરોડાના નામે રજિસ્ટર્ડ છે. હાલ માં, આ બાબત પર અમિત અને તેનો પરિવાર વાત કરવા માટે તૈયાર નથી, જો કે, તેઓ એ જણાવ્યું કે, તેમણે કોરોલા કાર વેચી દીધી છે.પરંતુ તેઓ એ આ વાતની જાણકારી નથી આપી કે કાર કોને વેચી અને પેપર ટ્રાંસફર કર્યા કે નહિ. તો ચાલો અમે તમને જણાવીએ કે કાર વેચતા સમયે તમારે પણ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
દેશમાં જૂની કારનો બજાર તેજ ગતિએ વધી રહ્યું છે અને લોકો ખૂબ ખરીદ-વેચાણ કરી રહ્યાં છે. જો તમે પણ જૂની કાર ખરીદવા કે વેચવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કાર RC Transfer જરૂર કરાવો.RC એક જરૂરી ડોક્યુમેન્ટ છે. જેના દ્વારા ખબર પડે છે કે, ગાડી કોના નામ અને કયાં એડ્રેસ પર રજિસ્ટર્ડ છે.
જો તમે કાર વેચતા સમયે કારની RC Transfer નહીં કરાવી હોય તો, આખરે તમને પસ્તાવું પડશે. જણાવી દઈએ કે, કાર વેચ્યા બાદ પણ જો તમે RC Transfer નહીં કરાવ્યું તો કારના માલિક તમે જ રહેશો. કોર્ટના આદેશ અનુસાર, ગાડીથી કોઈ પણ પ્રકારનો નિયમ તોડવા કે ગુનામાં સામેલ થવા પર તમે જ જવાબદાર ગણાશો. તેના બાદ કોઈ પણ પ્રકારનો દંડ તમારે જ ભરવો પડશે અને દુર્ઘટનાઓના કિસ્સામાં તમારી પાસેથી પણ પૂછપરછ થશે.
કેવી રીતે થશે RC Transfer ?
RC Transfer માટે તમે ઓનલાઈન કે ઓફલાઈન આવેદન કરી શકો છો. ઓનલાઈન RC Transfer માટે RTOની વેબસાઈટ પર જઈને ઓનલાઈન સર્વિસ પર પર ક્લિક કરો. ત્યાર બાદ RC Transfer, ડુપ્લિકેટ RC અથવા ચેન્જ એડ્રેસ વિકલ્પ પર ક્લિક કરો. ત્યાર બાદ RC Transfer ઓપ્શન પર જાઓ. RC ટ્રાન્સફર માટે તમારે રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર, મોબાઈલ નંબર દાખલ કરવો પડશે. જોકે, અલગ-અલગ RTOમાં આ વિકલ્પો અલગ-અલગ હોઈ શકે છે.
RC Transferની પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ તમારે ફી ચૂકવવી પડશે, જે રાજ્યના આધારે વધુ કે ઓછી હોઈ શકે છે. ફી ભર્યા પછી, 2 ચુકવણી રસીદો, ફોર્મ 29 અને ફોર્મ 30,પ્રાપ્ત થશે, જે RTOમાં સબમિટ કરવાનું રહેશે. તમે આરટીઓમાં હાર્ડ કોપી પણ સબમિટ કરી શકો છો અથવા તમે મેઇલ દ્વારા પણ દસ્તાવેજો મોકલી શકો છો. સામાન્ય રીતે RC ટ્રાન્સફર 3-4 અઠવાડિયામાં થાય છે.