એર એશિયા ઈન્ડિયા ફ્લાઈટ બુકિંગ પર 50% ડિસ્કાઉન્ટ આપી રહી છે
દરેક બુકિંગ પર રિવર્ડ પોઈન્ટ્સ પણ મળશે
ટાટા ન્યૂ એક પ્રકારની સુપર એપ છે
એર એશિયા ઈન્ડિયા ફ્લાઈટ બુકિંગ પર 50% ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો કે, ઓફર માત્ર ટાટા ગ્રુપની નવી સુપર એપ ટાટા ન્યુ ( Tata Neu)થી બુકિંગ કરવા પર મળી રહી છે. આ ઓફરનો ફાયદો 30 જૂન 2022 સુધી લઈ શકાશે. તેમાં તમે 30 સપ્ટેમ્બર સુધીની ફ્લાઈટ માટે બુકિંગ કરાવી શકો છો.
એરલાઈને જણાવ્યું કે, કસ્ટમર્સને તે સિવાય દરેક બુકિંગ પર રિવર્ડ પોઈન્ટ્સ પણ મળશે, જેનો ઉપયોગ શોપિંગમાં કરી શકાય છે.
એરએશિયા ઈન્ડિયામાં 83.67%ની ભાગીદારી ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડની પાસે છે. એરલાઈનમાં બાકીની ભાગીદારી એરએશિયા ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ (AAIL)ની પાસે છે, જે મલેશિયાના એરએશિયા સમૂહનો ભાગ છે.
ટાટા ન્યૂ એક પ્રકારની સુપર એપ છે. તેમાં ટાટાની તમામ બ્રાન્ડ્સને એક એપમાં લાવવામાં આવી છે. તેમાં એર એશિયા, બિગબાસ્કેટ, ક્રોમા, IHCL, ક્યુમિન, સ્ટારબક્સ, ટાટા 1 એમજી, ટાટા ક્લિક, ટાટા પ્લે અને વેસ્ટસાઈડ જેવી તમામ બ્રાન્ડ્સમાંથી શોપિંગ કરી શકાય છે.