PM મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા શિમલા પહોંચ્યા
PM મોદીનું સ્વાગત ફૂલોની વર્ષાથી કરાયું
સીટીઓથી ઐતિહાસિક રિજ મેદાન સુધી રોડ શો યોજાયો
PM મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા શિમલા પહોંચ્યા છે.આ દરમિયાન PM મોદીનો કાફલો સીટીઓ થઈને રિજ મેદાન પહોંચ્યો હતો. જ્યાં PM મોદી પહેલા કારમાંથી બહાર નીકળ્યા અને ચાલતાં ચાલતાં લોકો સાથે હાથ હલાવીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું.
બીજી તરફ રોડની બંને સાઈડથી PM મોદીનું સ્વાગત કરવા ઉભેલા લોકોએ PM મોદી પર ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે, આ પહેલા PM મોદી અન્નાડેલ ગ્રાઉન્ડ પર હિમાચલના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ સ્વાગત કર્યું હતું. ત્યાંથી PM મોદી રોડ માર્ગે વિધાનસભા ચોક પહોંચ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે PM મોદીએ પહેલા રાજધાનીના મોલ રોડ પર રોડ શો કર્યો હતો. બાદમાં રિજ મેદાનમાં વિશાળ જનસભાને સંબોધિત કરવા માટે પહોંચી ગયા હતાં. મહત્વનું છે કે, વડાપ્રધાનને સાંભળવા માટે લોકો સવારે 7 વાગ્યાથી શિમલા પહોંચવા લાગ્યા હતા.
કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિમલા પહોંચ્યા છે. જ્યાં તેઓ સીટીઓથી ઐતિહાસિક રિજ મેદાન સુધી રોડ શો યોજાયો. જેમાં શિમલામાં તેમના આગમન પર હાથમાં ત્રિરંગા ધ્વજ લઈને હજારો લોકો તેમનું સ્વાગત કર્યું હતું.વડાપ્રધાન લગભગ બે કલાક શિમલામાં વિતાવશે.
ઉલ્લેખનીય છે કે, PM મોદીના આગમનને લઈને સમગ્ર શિમલાને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવી હતી. તેમની સુરક્ષા માટે ચોક બંધ કરી દીધા છે. દરેક જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. રેલીના સ્થળે પહોંચનાર દરેક વ્યક્તિની સુરક્ષા માટે તપાસ કરવામાં આવશે. પ્રશાસને રેલી સ્થળ પર આવનારા લોકો માટે એડવાઈઝરી જારી કરી છે.