ગરમીમાં શિકંજીનુ સેવન ફાયદાકારક
શરીરમાં નહીં થાય પાણીની કમી
ગરમીમાં પાણીની તરસ બુઝાવશે
મોટાભાગના લોકો શિકંજી બનાવવા માટે માર્કેટમાં મળતા જલજીરા પાઉડરનો ઉપયોગ કરે છે. પરંતુ તમે ઈચ્છો તો ઘરમાં શુદ્ધ જલજીરા પાઉડર બનાવી શકો છો. માર્કેટમાં મળતા જલજીરા પાઉડરમાં પ્રિજર્વેટિવ હોય છે, જે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઘરમાં ફ્રેશ ચીજ વસ્તુઓથી જલજીરા પાઉડર બનાવો. જેનાથી તમે ઝટપટ શિકંજી બનાવીને પી શકો છો અને લાંબા સમય સુધી તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો.
ઘરમાં ઈન્સ્ટન્ટ જલજીરા પાઉડર બનાવવાની સરળ રીત
સામગ્રી
ફૂદીનાના સૂકા પાંદડા- 1 કપ
શેકેલુ જીરૂ- 4 નાની ચમચી
સુકો આદુ પાઉડર- 1 નાની ચમચી
કાળુ મીઠું- 1 નાની ચમચી
કાળુ મરચુ- 2 ચમચી
લીંબુનો રસ- બે નાની ચમચી
સફેદ મીઠુ- 1 નાની ચમચી
હીંગ- બે ચપટી
મોટી ઈલાયચી- 4
બનાવવાની રીત
જલજીરા પાઉડર બનાવવા માટે એક મિક્સી જાર લો. તેમાં શેકેલુ જીરું, મોટી ઈલાયચી, કાળુ મરચુ અને બધી વસ્તુઓ નાખીને પીસી નાખો. બે મિનિટમાં જલજીરા પાઉડર તૈયાર થઇ જશે. તમે તેને સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે એક ગ્લાસ ઠંડા પાણીમાં નાખીને પી શકો છો.