ટેલિકોમ્યુનિકેશન વિભાગએ ડોમેનથી એક પોર્ટલ લોન્ચ કર્યું છે
કોઈપણ લેપટોપ અથવા કમ્પ્યુટરમાં tafcop.dgtelecom.gov.in ખોલો
પોર્ટલ દ્વારા સ્પામ અને ફ્રોડ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગએ tafcop.dgtelecom.gov.in ડોમેનથી એક પોર્ટલ લોન્ચ કર્યું છે. દેશભરમાં કાર્યરત તમામ મોબાઈલ નંબરોનો ડેટાબેઝ આ પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્યો છે. આ પોર્ટલ દ્વારા સ્પામ અને ફ્રોડ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો તમને લાગે છે કે તમારા નામ પર તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કોઈ અન્ય કરી રહ્યું છે, તો તમે આ વેબસાઈટ દ્વારા આ સંબંધમાં ફરિયાદ કરી શકો છો.સૌ પ્રથમ તમારા મોબાઈલ ફોન બ્રાઉઝર અથવા કોઈપણ લેપટોપ અથવા કમ્પ્યુટરમાં tafcop.dgtelecom.gov.in ખોલો. તે પછી તમારો 10 અંકનો મોબાઈલ નંબર દાખલ કરો.
હવે તમારા નંબર પર એક OTP આવશે. તે OTP દાખલ કરો અને વેલિડેટ કરો.OTP વેલિડેટ કર્યા પછી તમને તમારા નામ પર સક્રિય રહેલા તમામ નંબરોની સંપૂર્ણ યાદી મળશે. તમે તમારી અનુકૂળતા મુજબ તેમાંથી કોઈપણની જાણ કરી શકો છો. ત્યારપછી સરકાર તમારા નંબર પર જે નંબર ચાલી રહ્યા છે અને જેના માટે તમે ફરિયાદ કરી છે તે નંબરની તપાસ કરશે.tafcop.dgtelecom.gov.in હાલમાં કેટલાક સર્કલ માટે જ બહાર પાડવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તે તમામ સર્કલમાં રજૂ કરવામાં આવશે. એક આઈડી પર વધુમાં વધુ નવ નંબર એક્ટિવ હોઈ શકે છે, પરંતુ જો આ પોર્ટલમાં તમને કોઈ નંબર દેખાય છે જે તમારા નામે છે પરંતુ તમે ઉપયોગ કરતા નથી તો તમે નંબર વિશે ફરિયાદ કરી શકો છો. તે પછી સરકાર તે નંબરને બ્લોક કરી દેશે