ગુજરાત ટાઈટન્સની થઇ IPL 2022માં જીત
યુજવેન્દ્ર ચહલથી થઇ હતી એક મોટી ભૂલ
શુભમન ગિલે જ અંતમાં સિક્સ મારી મેચ જિતાડી હતી.
ટીમના મહત્વપૂર્ણ બોલર યુજવેન્દ્ર ચહલની એક મોટી ભૂલ સંપૂર્ણ ટીમને ભારી પડી. ગુજરાત માટે ચહલની ઇનિંગની શુરૂઆતમાં કઈક એવું કર્યું જે હારનું મોટું કારણ બન્યું.ગુજરાત ટાઈટન્સ ની આ જીતના હીરો બોલર શુભમન ગિલ હતા. એમણે આ મેચમાં એક મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ગુજરાતની સામે લક્ષ્ય મોટું ન્હોતું, એટલા માટે રાજસ્થાન માટે એક એક વિકેટ કીમતી હતી, પરંતુ યુજવેન્દ્ર ચહલથી પહેલીજ ઓવરમાં શુભમન ગિલનો એક કેચ 0 રનના સ્કોર પર છૂટી ગયો હતો. શુભમન ગિલ એ ચહલની આ ભૂલ નો પૂરો ફાયદો ઉઠાવ્યો અને નોટ આઉટ ઇનિંગ રમી.
ગુજરાત ટાઈટન્સની પારીની પહેલી ઓવર ટ્રેન્ટ બોલ્ટ કરી રહ્યા હતા. આ ઓવરમાં ચોથી બોલમાં શુભમન ગિલ ફ્લીક કરવાની કોશિસમાં ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં કેચ આપી બેઠો હતો, પરંતુ ફોરવર્ડ સ્ક્વેર લેગ તરફ ઊભા રહેલા યુજવેન્દ્ર ચહલએ કેચ મૂકી દીધો હતો.શુભમન ગિલએ આ મેચમાં 43 બોલ પર નોટ આઉટ 45 રનની ઇનિંગ રમી અને પોતાની ટીમને ચૅમ્પિયન બનાવી. શુભમન ગિલે જ અંતમાં સિક્સ મારી મેચ જિતાડી હતી.