ફોર્ડની સાણંદ ખાતેની જમીન અને બિલ્ડીંગનું ટાટા કંપની હસ્તગત કરશે
ફોર્ડ ઇન્ડિયા કંપનીની તમામ મશીનરી ટાટા કંપની પોતાને હસ્તગત કરશે.
ફોર્ડ ઇન્ડિયા કંપનીના તમામ કર્મચારીઓનો ટાટા મોટર્સમાં સમાવેશ કરાશે.
રાજ્ય સરકાર, ટાટા મોટર્સ, ફોર્ડ કંપની સાથે કરાર થઇ જતા ફોર્ડ ઇન્ડિયા કંપનીની સાણંદ ખાતેની જમીન અને બિલ્ડીંગનું ટાટા કંપની હસ્તગત કરશે. ફોર્ડ ઇન્ડિયા કંપનીની તમામ મશીનરી ટાટા કંપની પોતાને હસ્તગત કરશે. જેના લીધે હવે અનેક લોકોને ટાટા કંપનીમાં રોજગારી મળશે. ફોર્ડ ઇન્ડિયા કંપનીના તમામ કર્મચારીઓનો ટાટા મોટર્સમાં સમાવેશ કરાશે. ફોર્ડ ઇન્ડિયા કંપની એન્જીન ઉત્પાદન પ્લાન્ટ શરૂ રાખશે. ટાટા કંપની એન્જીન ઉત્પાદન માટે ફોર્ડ ઇન્ડિયા કંપનીને લીઝ પર જમીન આપશે.આ સપ્તાહની શરૂઆતમાં જ ગુજરાત કેબિનેટે આ કરારને આગળ વધારવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
જે બે કાર નિર્માતાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.નિષ્ણાંતોના મતે, ફોર્ડ મોટર કંપનીએ બજાર/ઉત્પાદન ડિઝાઇન/સ્થિતિની ખોટી સમજણ અને બીજા પ્લાન્ટમાં મોટા રોકાણ જેવાં વિવિધ પરિબળોના કારણે ગયા વર્ષના અંતમાં ભારત છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કે જ્યારે પ્રથમ પ્લાન્ટની ક્ષમતાનો સંપૂર્ણપણે ઉપયોગ ન હોતો કરવામાં આવ્યો.સાણંદમાં કંપનીના પેસેન્જર વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટે આ વર્ષે એપ્રિલ સુધી કામગીરી બંધ રાખી હતી. કેબિનેટે કંપનીઓના પ્રસ્તાવ પર નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કર્યું છે. ટાટા મોટર્સ અને ફોર્ડ વચ્ચેના MOU પર સોમવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની સામે હસ્તાક્ષર કરવામાં આવશે.