રાજકોટમાં સંતોષ સ્વીટમાંથી 5 કિલો દાઝ્યુ તેલ મળ્યું
ખાણીપીણીના 8 ધંધાર્થીને લાઇસન્સ અંગે નોટિસ
જાગનાથ પ્લોટમાં આવેલી શિવ શક્તિ ડેરીમાંથી મિક્સે દૂધનો નમૂનો લેવાયો
ઉનાળાની ઋતુ દરમિયાન આઇસગોલા, ઠંડાપીણાં, આઇસ્ક્રીમ વગેરે ખાદ્યચીજોનો વ્યાપક પ્રમાણમાં વપરાશ થાય છે. જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ઠંડાપીણાં, આઇસ્ક્રીમ, દૂધ અને ફરસાણ વગેરેનું વેચાણ કરતી પેઢીમાં ચકાસણી કરતાં તપાસ દરમિયાન કોઠારીયા રોડ પર સંતોષ સ્વીટ ફરસાણમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલા 5 કિલો દાઝ્યા તેલનો જથ્થો કરવામાં આવ્યો હતો. તેમજ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા અવેરનેસ ફૂડ સેફટી અવેરનેસ અને ટેસ્ટિંગ નિદર્શન અંગેની કામગીરીમાં 150 વ્યક્તિએ માહિતી મેળવી હતી.
ખાણીપીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કર્યું રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કોઠારિયા રોડ વિસ્તારમાં ખાણીપીણીની 20 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ચકાસણી દરમિયાન વેચાણ થતાં ઠંડાપીણાં, આઇસ્ક્રીમ અને ફરસાણના ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલના 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી અને 8 પેઢીને લાઇસન્સ અંગે નોટિસ આપી હતી. જાગનાથ પ્લોટમાં આવેલી શિવ શક્તિ ડેરીમાંથી મિક્સર દૂધ અને લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલ અલ્પેશભાઈ પ્રતાપભાઈ જોશી પાસેથી બીશંત પેકેજ્ડ ડ્રિકિંગ વોટરનો નમૂનો લેવામાં આવ્યો હતો.