રશિયન સલાડ ખાવાની બહુ જ મજા આવે છે
મોટાભાગના લોકો રશિયન સલાડ રેસ્ટોરન્ટમાં ખાતા હોય છે
તમારી હેલ્થ માટે અનેક ઘણો ફાયદો થાય છે
તમે ક્યારે પણ ઘરે રશિયન સલાડ બનાવ્યું છે? રશિયન સલાડ ખાવાની બહુ જ મજા આવે છે. મોટાભાગના લોકો રશિયન સલાડ રેસ્ટોરન્ટમાં ખાતા હોય છે. પણ જો તમે આ રીતે રશિયન સલાડ ઘરે બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે અને તમને બહાર કરતા સસ્તું પણ પડશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો રશિયન સલાડ…
સામગ્રી:
- ઝીણી સમારેલી ફણસી
- ઝીણા સમારેલા ગાજર
- એક નાનું બટાકુ
- લીલા બાફેલા વટાણા
- પાઇનેપલ
- અડધો કપ ક્રીમ
- મેયોનીઝ
- ખાંડ
- સ્વાદાનુંસાર મીઠું
- કાળા મરીનો પાઉડર
- ચાટ મસાલો
બનાવવાની રીત:
- રશિયન સલાડ બનાવવા માટે સૌ પ્રથમ મીડિયમ ગેસ પર એક પેનમાં પાણીને ગરમ કરવા મુકો.
- આ ગરમ પાણીમાં ફણસી, ગાજર, વટાણા, બટાકા નાંખો અને એને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એ સરખા બફાઇ ના જાય.
- શાક એકદમ સોફ્ટ થઇ જાય અને બરાબર બફાઇ જાય પછી ગેસ બંધ કરી દો અને આ શાકને ઠંડુ થવા દો.
- પછી એક બાઉલ લો.
- ત્યારબાદ આ બાઉલમાં ફણસી, ગાજર, બટાકા, વટાણા, પાઇનેપલ નાંખો અને બરાબર મિક્સ કરી લો.
- પછી આ મિશ્રણમાં મેયોનીઝ, સ્વાદાનુંસાર મીઠું, ખાંડ અને મરીનો પાઉડર એડ કરો.
- ત્યારબાદ એમાં ક્રીમ એડ કરો અને આ બધુ જ બરાબર હલાવી દો.
- આ મિશ્રણને બરાબર મિક્સ કરીને ફ્રિજમાં ઠંડુ થવા મુકી દો.
- તો તૈયાર છે રશિયન સલાડ.
- આ સલાડને તમે અઠવાડિયામાં બે વાર ખાઓ છો તો તમારી હેલ્થ માટે અનેક ઘણો ફાયદો થાય છે. આ સલાડ તમે તમારા બાળકને પણ ખવડાવી શકો છો. આ સલાડ એકલો પણ ખાવાની બહુ મજા આવે છે. તો તમે પણ એક વાર ચોક્કસથી આ સલાડ ઘરે ટ્રાય કરો.