સરકાર બદલવા જઈ રહી છે આ નિયમ
16 પ્રકારની દવાઓ જે તમે જાતે લઈ શકશો
ડોક્ટરની કાપલી વગર પણ આપને મળશે આટલી દવાઓ
આમ તો કોઈ પણ દવા ખરીદતા પહેલા ડોક્ટરની સલાહ અને તેમના નિર્દેશ હોવા જરૂરી છે. પણ સામાન્ય લોકોની સગવડ માટે સરકારે આ નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે. ત્યાર બાદ આપ 16 એવી દવા છે, જે તમે ડોક્ટરની કાપલી વગર પણ ખરીદી શકશો.એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સરકારે ઓવર દા કાઉંટર કેટેગરી શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. જે બાદ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રૂલમાં ફેરફાર કરશે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેના વિશે એક ડ્રાફ્ટ નોટિફિકેશન પણ જાહેર કર્યો છે, જેમાં 16 પ્રકારની દવાઓ સામેલ કરવાનો પ્રસ્તાવ છે. તેના પર મહોર લાગ્યા બાદ નિયમોમાં ફેરફાર થતા આ દવાઓ ડોક્ટરના લખાણ વગર પણ ખરીદી શકશો.
મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, જે 16 દવાઓ માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તેમાં પેરાસિટામોલ 500, કેટલીક લેગ્ઝેટિવ્સ અને ફંગલ ક્રીમનો સમાવેશ થાય છે. મંત્રાલયે તેના પ્રસ્તાવ પર લોકો પાસેથી સલાહ માંગી છે, જે એક મહિનાની અંદર આપી શકાય છે. હાલમાં મેડિકલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ ઘણી દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ હજુ સુધી આ માટે કોઈ યોગ્ય કાયદો કે નિયમ નથી.આ વર્ષની શરૂઆતમાં ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડે OTC દવાઓ પર સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ મંજૂરી પછી, OTC કેટેગરી વિશે ઘણી ચર્ચા થઈ હતી, ત્યારબાદ 16 દવાઓને મંજૂરી આપવામાં આવી હતી. ચર્ચામાં કહેવામાં આવ્યું હતું કે, પછીથી વધુ દવાઓ પણ આમાં સામેલ કરવામાં આવશે.
સરકારે OTC કેટેગરી લાગુ કરવા માટે કેટલીક શરત પણ મૂકી છે. આ અંતર્ગત ઓટીસી કેટેગરીની દવાઓ દવાની દુકાનો પર ત્યારે જ વેચી શકાશે, જ્યારે તેની સમયગાળો 5 દિવસથી વધુ ન હોય. તેમજ જો દર્દીને પાંચ દિવસ દવા લેવા છતાં પણ રાહત ન મળે તો દર્દીએ તબીબની સલાહ લેવી જરૂરી રહેશે. દરેક પેકમાં દર્દી માટે જરૂરી માહિતી હોવી જોઈએ અને પેકનું કદ 5 દિવસના ડોઝથી વધુ ન હોવું જોઈએ. આ તૈયારીઓ વચ્ચે પણ, OTC દવાઓની વ્યાખ્યા હજુ નક્કી કરવામાં આવી નથી. આ સિવાય ઓરલ ડીહાઈડ્રેશન જેવી દવાઓને તેની શરૂઆતની યાદીમાં સામેલ કરવામાં આવી નથી.