• આજે અમદાવાદમાં જામશે T-20ની રમઝટ
• નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPLની ક્વોલિફાયર-2 મેચ
• શહેરીજનોના ઉત્સાહ વચ્ચે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અમદાવાદમાં આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20ની રમઝટ જામશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL 2022ની ક્વોલિફાયર-2 મેચ રમાશે. બેંગ્લોર અને રાજસ્થાનની ટીમ વચ્ચે ટક્કર થશે. તમને જણાવી દઇએ કે, પૂર્ણ ક્ષમતા સાથે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ અપાશે. મેચની તમામ ટિકિટો એડવાન્સમાં વેચાઇ ગઇ છે. જો કે, IPLની મેચને લઇને અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPL 2022ની ફાઇનલ મેચ પણ અમદાવાદમાં રમાશે.
IPL મેચને લઇને અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં DCP કક્ષાના 17 અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. તો બીજી બાજુ 28 ACP, 91 PI અને 268 PSI પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ સાથે 5 હજાર કોન્સ્ટેબલ અને 1 હજાર ગોમ ગાર્ડ તૈનાત રહેશે. SRPની 3 કંપનીઓ પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે.
અમદાવાદના દુનિયાની સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં IPL 2022ની ક્વાલિફાયર અને ફાઈનલ મેચ રમાવાની છે. 27 અને 29 મે IPL મેચને લઇને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 મે IPL મેચમાં હાજરી આપશે. જેને લઇને હાલમાં સુરક્ષાને લઇને કોઇ ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
આ અંગે ટ્રાફિક વિભાગના JCP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, ‘કોઇ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે ચુસ્ત વ્યવસ્થા ઊભી કરી દેવાઇ છે. એક રોડ બંધ કરી ડાયવર્ઝન કરાયો છે. જનપત ટીથી મોટેરા સુધીનો રોડ બંધ રાખવામાં આવશે. જ્યારે ખેલાડીઓને લઈ જવા માટેનો રોડ અલગ રહેશે.’ સૌને સરકારી બસનો ઉપયોગ કરવા પોલીસે અપીલ કરી છે. 56 BRTS અને 60 AMTS રાખવામાં આવી છે. અડચણરૂપ પાર્કિગ કરનારા વાહનને ટોઇંગ કરાશે. 23 પ્લોટ ફોર વ્હીલર, 8 પ્લોટ ટુ વ્હીલર પાર્કિગ માટે છે. ઓનલાઇન પાર્કિંગ લેવામાં આવશે.’
તમને જણાવી દઇએ કે, 27 અને 29 મેના રોજ રમાનારી IPL મેચને લઈને પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લાખોની સંખ્યામાં લોકો મેચ જોવા આવશે. એકતા ગ્રાઉન્ડમાં સ્પોર્ટ એક્ટિવિટી પબ્લિક માટે મૂકવામાં આવશે. 240 પોલીસ ક્વાર્ટસનું લોકાર્પણ થશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં 5 હજાર લોકો હાજર રહેશે. આ સાથે નારણપુરામાં બીજો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે કે જ્યાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ કલબનું ઉદ્ધાટન થશે. મોટેરા સ્ટેડિયમમાં રમાવા જઇ રહેલી IPL મેચમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 1.20 લાખ લોકો આ મેચને નિહાળશે.