સ્કીન કેર માટે પણ જાસૂદના ફૂલોનો ઉપયોગ કરી શકો છો
જાસુદ ચહેરા પરના ખીલથી છુટકારો મેળવવામાં પણ મદદરૂપ છે.
ઉનાળામાં ચમકતી ત્વચા માટે જાસૂદના ફૂલોનો ઉપયોગ થઇ શકે છે
જાસૂદના ફૂલોનો ઉપયોગ પણ અલગ-અલગ રીતે થાય છે. પૂજાની થાળીથી લઈને વાળની સંભાળ સહિતના બાબતોમાં જાસૂદના ફૂલોનો ઉપયોગ એકદમ સામાન્ય છે, તમે સ્કીન કેર માટે પણ જાસૂદના ફૂલોનો ઉપયોગ કરી શકો છો. વાળને ખરતા રોકવા માટે રામબાણ ગણાતા જાસૂદનાનું ફૂલ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.મોટાભાગના લોકો ઔષધીય તત્વો ધરાવતા જાસૂદના અન્ય મૂળભૂત ગુણધર્મોથી અજાણ છે. ત્યારે આજે વાળને મજબૂત બનાવવામાં અને ઉનાળામાં ચમકતી ત્વચા માટે જાસૂદના ફૂલોનો ઉપયોગ કઈ રીતે શકે તે અંગે જાણકારી આપીશું
જાસૂદના ફૂલો સાથે દહીંનો ફેસ પેક:
ઉનાળામાં ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે જાસૂદના ફૂલોને સૂકવીને પીસી લો. હવે 1 ચમચી જાસૂદના ફ્લાવરના પાવડરમાં 1 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. જાસૂદના ફૂલ અને દહીંનું મિશ્રણ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરીને ગ્લો આપવામાં મદદરૂપ થાય છે.
જાસૂદના ફૂલ અને લવંડર ફેસ પેક: