અમદાવાદ શહેરમાં નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષ નિમાર્ણ પામશે .
આ પ્રોજેકટ પાછળ કુલ અંદાજીત ખર્ચે 2000 કરોડ મુકાયો છે.
આઉટ ડોર સ્પોર્ટસ માટે 06 ટેનિસ કોર્ટ હશે.
હવે અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ સિટી તરફ અગ્રેસર તૈયાર થઇ રહ્યું છે. ભારત સરકારના સ્પોર્ટસ ઓથોરિટી વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષ નિમાર્ણ પામશે . દેશના ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાસંદ અમિત શાહના હસ્તે ભુમી પૂજન કરાશે. નારણપુરાના વરદાન ટાવર પાસે આવેલા મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ અંદાજીત 631 કરોડના ખર્ચે તૈયાર થશે.અગાઉ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં નવા બનાવવા આવનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે ગ્રાન્ટ ફાળવવા માટે પ્રાથમિક મંજૂરી આપી છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ વરદાન ટાવર પાસે અંદાજીત 82,507 ચોમી ક્ષેત્રફળ વાળા પ્લોટમા વિકસાવવા આવનાર છે.
આ પ્રોજેકટ પાછળ કુલ અંદાજીત ખર્ચે 2000 કરોડ મુકાયો છે. આ ઉપરાત એએમસી સૌથી કિમંતી 1000 થી 1200 કરોડની જમીન આ પ્રોજેક્ટ માટે આપશે. અને સ્પોર્ટસ કોમપ્લેક્ષ પાછળ અંદાજીત 631 કરોડનો ખર્ચ થશે .અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ કોમ્પલેક્ષ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ વેન્યુ તરીકે હોસ્ટ કરી શકાય તેમજ ખેલાડીઓ તથા પ્રક્ષકોને ટ્રાન્સપોટેશનની સરળતાથી સુવિધા મળી શકે તે હેતુથી શહેરની મધ્યમ આવેલ આ પ્લોટની પસંદગી કરવામાં આવી છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમા આંતરારાષ્ટ્રીય તથા રાષ્ટ્રગીત રમતોની સાથે સાથે પ્રાદેશિક રમતગમતો પણ પ્રોત્સાહન મળી શકે તે મુજબ ડિઝાઇન કરવામાં આવી છે.નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો પ્રવેશ માટે કુલ છ ગેટ રહેશે, મુખ્ય પ્રવેશ ગેટ 24 મિટર પહોળો હશે . નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ચાર બિલ્ડિંગ રહેશે. ફીટ ઇન્ડિયા ઝોન:- જોગીગ પાર્ક , કબડ્ડી ગ્રાઉન્ડ, ખો-ખો ગ્રાઉન્ડ, સિનિયર સિટીઝન અને યોગ માટે જગ્યા રહેશે, ચિલ્ડ્રીન પ્લે એરિયા, આઉટ ડોર જીમ, પ્લાઝમાં કમ સ્ક્રેટીગ એરિયા, આ ઉપરાંત આઉટ ડોર સ્પોર્ટસ માટે 06 ટેનિસ કોર્ટ હશે.