ગુજરાતીઓ પોતાની વેપારકળા સાથે પ્રવાસનના શોખ માટે પણ જાણીતા છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે
ગુજરાતના પ્રવાસીઓને હાઉસ બોટની મજા માણવા માટે કેરળ કે કાશ્મીર ધક્કો ખાવાની જરૂર નહીં પડે
ગુજરાતીઓ પોતાની વેપારકળા સાથે પ્રવાસનના શોખ માટે પણ જાણીતા છે. દેશ વિદેશમાં ગુજરાતના પ્રવાસીઓ મુલાકાતો કરે છે ત્યારે ગુજરાતીઓ ખાસ કરીને હાઉસ બોટમાં રોકાવા માટે કેરળ અને કાશ્મીરનો પ્રવાસ પણ કરતા હોય છે. જોકે, હવે ગુજરાતના પ્રવાસીઓને હાઉસ બોટની મજા માણવા માટે કેરળ કે કાશ્મીર ધક્કો ખાવાની જરૂર નહીં પડે. ગુજરાતના જ લોકપ્રિય પ્રવાસ સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં હાઉસ બોટની સુવિધા શરૂ થઈ ગઈ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે આ પ્રોજેક્ટ છે હાઉસ બોટ હવે પ્રવાસીઓ ને કાશ્મીર કે અન્ય દેશો માં હાઉસ બોટ નો લાહવો લેવા જવું નહીં પડે તમને હવે ગુજરાત ના એકતાનગર (કેવડિયા) માજ હવે હાઉસ બોટ નો નજારો અને જેમાં રહેવાનો મોકો મળશે
કેવડિયામાં બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે હવે દેશ અને વિદેશ માંથી આવતા પ્રવાસીઓ ને માટે અનેક પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા જેમાં હવે એક નવું આકર્ષણ નો ઉમેરો થયો છે જે તળાવ નંબર ત્રણ ખાતે ઓયો કંપની દ્વારા એક હાઉસ બોટ બનવવામાં આવી આવી છે જેમાં પ્રવાસીઓ ને રહેવા થતા જમવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હાઉસ બોટમાં પ્રવાસીઓ રોકાઈ શકે છે.
આ હાઉસ બોટમાં મુલાકાતીઓને રાત્રિ રોકાણની તેમજ રહેવાની મજા માણવા મળશે. હાઉસ બોટનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.ઊનાળાના વેકેશન પહેલાં કેવડિયા ખાતે આ આકર્ષણનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગરમીથી ત્રસ્ત લોકને અહીંયા ઠંડકમાં મજા માણવાનો અવસર મળશે.