ઉપલેટાના ખેડૂત દંપતીએ વડાપ્રધાનને પત્ર લખી ઇચ્છા મૃત્યુની કરી માંગ
પુષ્કળ પ્રમાણમાં પાક નિષ્ફળ જવાથી ખેડૂત દેવા તળે દબાયો છે
ખેત ઉપયોગી વસ્તુ હપ્તે આપવા અથવા ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવા માંગ
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખેડૂત દંપતી એ પત્ર લખી અને ઈચ્છા મુત્યુ માટેની પરવાનગી માંગી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખેડૂત દંપતી એ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને ઉપલેટાના ખેડૂત દંપતી એ પત્ર લખી અને ઈચ્છા મુત્યુ માટે ની પરવાનગી માંગી છે.
છેલ્લા ત્રણ વર્ષ થી એક બાદ એક માનવસર્જિત અને કુદરતી આફતો ને કારણે પુષ્કળ પ્રમાણમાં પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂત દંપતી દેવાના ડુંગર તળે દબાઈ ગયા છે. જેને લઈ ખેડૂત દંપતી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ખેત ઉપયોગ માં લેવાતી વસ્તુઓ હપ્તે થી આપવા માંગ કરવામાં આવી છે. જો ખેડૂત દંપતી ને ખેત ઉપયોગ લેવાતી વસ્તુ હપ્તે થી આપવામાં ના આવે તો ઈચ્છા મુત્યુ ની પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.