દાંતની સમસ્યા દુનિયાભરમાં ખૂબ કોમન
દાંતોની સમસ્યા થવા પર ઘણી વખત દુખાવો નથી થતો
આવા લક્ષણો દેખાય તો તરત ડોક્ટરને બતાવો
આજના સમયમાં દાંતની સમસ્યા ખૂબ જ કોમન થઈ ગઈ છે જે દરેક ઉંમરના લોકોમાં જોવા મળી રહી છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 85થી 90 ટકા લોકોને દાંતોની કેવિટી હોય છે. લગભગ 30 ટકા બાળકોના જડબા અને દાંત યોગ્ય નથી હોતા.
ભારતમાં 50%થી વધારે લોકો ડેન્ટિસ્ટની પાસે જવાના કારણે કેમિસ્ટ વાળા પાસેથી સલાહ લે છે અને ફક્ત 28% ભારતીય જ દિવસમાં બે વખત બ્રશ કરે છે. જો કોઈ દાંતની નિયમિત દેખરેખ અને ચેક-અપ કરાવે છે તો દાંતની સમસ્યાથી સરળતાથી છુટકારો મળી શકે છે.
યુકે માનચેસ્ટરમાં રીઝનલ ક્લિનિકલ ડાયરેક્ટર, પીરિયોડોન્ટિસ્ટ અને એમ્પ્લોયર ડેન્ટિસ્ટ ફેઝાન ઝહીરે જણાવ્યું કે, “દાંતના ઘણા કેસોમાં લોકો ડેન્ટિસ્ટની સલાહ નથી લેતા. ધીરે ધીરે સમસ્યા વધતી જાય છે અને પછી આગળ જઈને ગંભીર સમસ્યા બની જાય છે. પેઢામાં થતી મુશ્કેલીઓ સૌથી ખતરનાક હોય છે. જો તેને વગર સારવારે મુકી દેવામાં આવે તો તે આસપાસના હાડકાને પણ ઓગાળી શકે છે. હંમેશા પોતાના મોઢા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.”
ઘણી વખત લોકોને મોંઢા અથવા દાંતોમાં અમુક સંકેત જોવા મળે છે જેને તે મોટાભાગે અવગણે છે. આમ કરવું ખોટુ છે. જો તમને પોતાના મોઢામાં નીચે દર્શાવેલા સંકેત જોવા મળે છે તો તરત ડોક્ટરને બતાવો.
કોઈના મોંઢામાં સતત ચાંદા પડી રહે છે તો તેને પણ ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ. મોંઢાના ચાંદા અલ્સરના લક્ષણો પણ હોઈ શકે છે અને તેની સારવાર માટે કોઈ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટને બતાવવું જોઈએ. જો મોંઢાના ચાંદા 10 દિવસ બાદ પણ ઠીક નથી થતા તો ગળવામાં મુશ્કેલીઓ અથવા કંઈક ખાવામાં મોંઢામાં દુખાવો થાય છે તો તરત એક્સપર્ટ્સને બતાવો.
મોંઢા અને જીભ પર સોજો આવવો ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે. ડેટિસ્ટ ફેઝાન જહીરે કહ્યું, જો તમારા મોંઢા કે જીભમાં કોઈ ગાંઢ અથવા સોજો છે તો ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ અને તરત ચેક-અપ કરાવવું જોઈએ. તેમાંથી મોટાભાગના કેસમાં વધારે ખતરો નથી થતો પરંતુ ક્યારેક ક્યારેક કેન્સરના લક્ષણો પણ થઈ શકે છે.