BJP તો પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે
2022ની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવવાની તૈયારી કરી લીધી છે.
ભાજપ સહપ્રભારી સુધીર ગુપ્તા સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાની તૈયારીને ગતિ આપી રહ્યા છે. BJP તો પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાળા, પ્રદેશ ભાજપ સહપ્રભારી સુધીર ગુપ્તા સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં હવે આગામી વિઘાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફાઇનલમાં દોડવાનું છે આપણે છેલ્લા પાંચ વર્ષમાં કરેલી તૈયારીઓ છેલ્લે દિવસે નિચોડ કાઢવાનો છે. ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવવાની તૈયારી આપણા કાર્યકરોએ કરી લીધી છે. કાર્યકરો મહેનત કરે છે લોકોનો સંપર્ક કરે છે. રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ અનેક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર સાથે સંગઠનના સૌ કાર્યકરો પણ મોટી જવાબદારી નિભાવે છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી અને નિર્ણયથી આજે વિશ્વના દેશો પણ ખૂબ પ્રભાવિત થયા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કર્ય હતું કે, કેન્દ્ર સરકારની યોજનાનો લાભ 100 ટકા લોકોને મળે તેની ચિંતા કરવા હાંકલ કરી હતી. સરકારની વિવિધ યોજનાઓના લાભો જે તે લાભાર્થીને મળ્યા છે તેનું એક લીસ્ટ ચૂંટાયેલા પ્રતિનિઘીશ્રીઓને કાર્યકરોને મળે તેથી કાર્યકરોને તેમનો સંપર્ક કરી શકે. સરકારની વિવિધ યોજનાઓ લાભ લોકોને પહોંચાડવા સરકાર અને કાર્યકરો ખૂબ મહેનત કરે છે તે બદલ અભિનંદન.