- મીડિયાટેક ડાયમેન્સિટી 1300 પ્રોસેસર સાથે આવનાર આ પહેલો સ્માર્ટફોન છે
OnePlus Nord 2Tમાં 6.43-ઇંચની AMOLED ડિસ્પ્લે છે
ફોનના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
OnePlus Nord 2T 5G સ્માર્ટફોનના ફીચર્સ વિશે વાત કરીએ તો, ફોનમાં 8GB રેમ સપોર્ટ, 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને પાવર બેકઅપ માટે 4,500mAh ક્ષમતાની બેટરી છે. એવું કહેવાય છે કે મીડિયાટેક ડાયમેન્સિટી 1300 પ્રોસેસર સાથે આવનાર આ પહેલો સ્માર્ટફોન છે.OnePlus Nord 2Tમાં 6.43-ઇંચની AMOLED ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90Hz છે. ડિસ્પ્લે HDR10, HDR10+ સાથે Widevine L1 સપોર્ટ આપવામાં આવ્યો છે. ફ્રન્ટમાં સેફ્ટી માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે.OnePlusનો નવો ફોન મીડિયાટેક ડાયમેન્શન 1300 પ્રોસેસર સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન Oxygen OS 12.1 વર્ઝન સાથે આવ્યો છે, જે એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
OnePlus Nord 2T સ્માર્ટફોનને 3 વર્ષની એન્ડ્રોઇડ અપડેટ મળશે.OnePlus Nord 2T સ્માર્ટફોન બે વર્ઝન 8GB RAM અને 12GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 128GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. સ્ટોરેજ ક્ષમતા માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ ફોનમાં f/1.9 અપર્ચર સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે. સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા અને 2 મેગાપિક્સલનો મોનોક્રોમ શૂટર કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
OnePlus Nord 2T સ્માર્ટફોનના બેટરી બેકઅપની વાત કરીએ તો તેમાં 4500mAhની બેટરી છે. બેટરી સાથે 80W SUPERVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. કનેક્ટિવિટી ફીચર્સ તરીકે ફોનમાં 5G, Wi-Fi, બ્લૂટૂથ 5.2, એનએફસી ફીચર્સ આપવામાં આવ્યા છે.OnePlus Nord 2T 5G સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 369 યુરો (લગભગ 30,265 રૂપિયા) છે. 12GB રેમ અને 256GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 469 યુરો (લગભગ 38,456 રૂપિયા) છે. ફોનને બે રંગો Gray Shadow અને Jade Fogમાં રજૂ કરવામાં આવ્યો છે.