ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી બાદ પીએમ મોદીની લોકપ્રિયતા અકબંધ
ભાજપમાંથી પીએમ પદ માટે મોદી સૌની પસંદ
રાહુલ ગાંધીને લોકો અહીં પીએમ પદ માટે યોગ્ય માને છે લોકો
ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણીના એક વર્ષ બાદ પણ લોકોના દિલોદિમાગમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદ માટે પસંદગીનો ચહેરો બનેલા છે. બીજી બાજૂ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીએમ મોદીથી ઘણા દૂર છે. આ રાજ્યો, આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડૂ અને કેરલ તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં સીવોટર સર્વે દ્વારા કરવામા આવેલા એક સર્વે દરમિયાન સામે આવ્યું છે, જ્યાં 2021માં વિધાનસભા ચૂંટણી થઈ હતી.
મોદી એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રધાનમંત્રી પદ માટે પહેલી પસંદ છે, જ્યાં ગત વર્ષે ચૂંટણીઓ થઈ હતી. જો કે તમિલનાડૂ અને કેરલમાં રાહુલ ગાંધી પીએમ પદ માટે પસંદગીનો ચહેરો બનેલા છે. જ્યાં મોદી પાછળ છે. આ પાંચેય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 120 લોકસભા સીટો અને આસામ, પુડુચેરી તથા પશ્ચિમ બંગાળમાં ભાજપ તાકાત વધારી રહી છે. જ્યારે કોંગ્રેસ તમિલનાડૂમાં ગઠબંધન સહયોગી છે અને કેરલમાં વિપક્ષમાં છે.
એવું પૂછતા કે, આપને શું લાગે છે કે, પ્રધાનમંત્રી પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર કોણ છે, આસામમાં 43 ટકા ઉમેદવારો મોદીના સમર્થનમાં છે, ત્યાર બાદ કેજરીવાલ 11.62 ટકા અને રાહુલ ગાંધીને 10.7 ટકા લોકોએ સમર્થન કર્યું છે. કેરલમાં જ્યાં રાહુલ ગાંધીએ 2019માં લોકસભા ચૂંટણી જીતી હતી, ત્યાં 28 ટકા લોકોનું માનવું છે કે, મોદી તેમની પ્રથમ પસંદ છે, ત્યાર બાદ રાહુલ ગાંધી 20.38 ટકા અને કેજરીવાલ 8.28 ટકા લોકોની પસંદ છે.
પુડુચેરીમાં ઉત્તરદાતાઓમાંથથી 49.69 ટકા મોદીને પસંદ કરે છે. જ્યારે 11.8 ટકા લોકો કોંગ્રેસને પસંદ કરે છે. રાહુલ ગાંધીને અહીં ફક્ત 3.22 ટકા લોકો પસંદ કરે છે. આ પાંચેય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ મળીને મોદીને 49.91 ટકા જ્યારે રાહુલ ગાંધીને 10..1 ટકા, કેજરીવાલને 7.62 ટકા, તથા અન્ય કોંગ્રેસી નેતાઓને 5.46 ટકા જ્યારે મમતાને 3.23 ટકા લોકો પસંદ કરે છે.
આવી રીતે તમિલનાડૂમાં જ્યાં કોંગ્રેસ સત્તાધારી દ્રુમકની ગઠબંધન સહયોગી છે, ત્યાં 29.56 ટકા લોકો મોદીને પસંદ કરે છે. ત્યાર બાદ રાહુલ ગાંધી 24.65 ટકા રહ્યા, જ્યારે ટીએમસી સુપ્રીમ મમતા બેનર્જી 5.23 ટકા, ત્રીજા સ્થાન પર રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં મોદી 42.37 ટકા લોકોએ પીએમ મોદીને સમર્થન આપ્યું છે, ત્યાર બાદ મમતા બેનર્જી 26.08 ટકા અને રાહુલ ગાંધી 14.4 ટકા લોકો પસંદ કરે છે.