વિદેશી રોકાણ કારો માટે ભારત મનપસંદ દેશ બની રહ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતે નાણાકીય વર્ષ 2021-22માં USD 83.57 બિલિયનનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મેળવ્યું છે.
વિદેશી રોકાણકારો માટે પસંદગીનો દેશ ભારત
નાણાકીય વર્ષ 21-22માં તોતિંગ રોકાણ આવ્યું
આ સેક્ટર છે સૌથી વધારે પસંદ
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતે નાણાકીય વર્ષ 2021-22માં USD 83.57 બિલિયનનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મેળવ્યું છે, જે અત્યાર સુધીના કોઈપણ નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારતમાં નાણાકીય વર્ષ 2021-22માં USD 83.57 બિલિયનનો અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક FDI આવક નોંધાઈ છે.” અગાઉ નાણાકીય વર્ષ 2020-21માં FDIની આવક USD 81.97 બિલિયન હતો.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, “મેન્યુફેક્ચરિંગમાં વિદેશી રોકાણ માટે ભારત ઝડપથી પસંદગીના દેશ તરીકે ઉભરી રહ્યું છે.” 2020-21 ($12.09 બિલિયન) 21.34 બિલિયનની સરખામણીમાં 2021-22માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં FDI ઇક્વિટીનો પ્રવાહ 76 ટકા વધ્યો છે.
ભારતમાં સૌથી વધુ FDIની યાદીમાં સિંગાપોર 27 ટકા સાથે ટોચ પર છે. તે પછી યુએસ (18 ટકા) અને મોરેશિયસ (16 ટકા) છે. મંત્રાલયે કહ્યું કે એફડીઆઈનો સૌથી વધુ પ્રવાહ કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટરમાં છે. તે પછી સર્વિસ સેક્ટર અને ઓટોમોબાઈલ ઉદ્યોગ આવે છે.