વોટ્સએપ ક્લાઉડ હોસ્ટિંગ સેવાઓ પ્રદાન કરશે
મફત મળશે ક્લાઉડ હોસ્ટિંગ સેવાઓ
નાના અને મોટા તમામ વ્યવસાયને મળશે સુવિધા
આજકાલ આપણે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર બિઝનેસ એકાઉન્ટ ઘણા જોયા હશે. પરંતુ વોટ્સએપ હવે વધારેમાં વધારે ગ્રાહકોને જોડવા માટે એક નવી ઘોષણા કરી છે. જી હા મેટાના ઇનોગ્રલ મેસેજ કોન્ફરન્સ, કન્વર્શેશનમાં ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝકરબર્ગે વોટ્સએપ બિઝનેસ મેસેજિંગ ઓફરિંગના અપડેટની ઘોષણા કરી છે. મેસેજિંગ એપના બિઝનેસ એકાઉન્ટ ઓફરિંગ માટે કોઇ પણ પ્રકારના વ્યવસાય માટે વોટ્સએપ પર શરુઆત કરવી સરળ રહેશે. જાહેરાત કરતાં ઝકરબર્ગે કહ્યું, “શ્રેષ્ઠ વ્યવસાયિક અનુભવો લોકોને તેઓ જ્યાં છે ત્યાં જ મળે છે.
પહેલેથી જ એક અરબથી વધારે ઉપયોગ કર્તા દર અઠવાડિયે અમારી મેસેજિંગ સર્વિસિસમાં એક બિઝનેસ એકાઉન્ટથી જોડાયેલા છે. તેઓ મદદ માટે સંપર્ક કરી રહ્યા છે. ઉત્પાદનો અને સુવિધા શોધવા માટે નાની વસ્તુથી લઇને રોજિંદી વસ્તુઓ સહિત કંઇ પણ ખરીદવા માટે તેઓ સંપર્ક કરે છે. વધુમાં જણાવ્યું કે મને જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે વોટ્સએપ ક્લાઉડ ઇપીઆઇની સાથે દુનિયા ભરમાં કોઇ પણ પ્રકારના વ્યવસાય માટે વોટ્સએપ ખોલી રહ્યા છીએ. થોડી જ મિનિટોની કોઈપણ વ્યવસાય કે ડેવલપર્સ સરળતાથી અમારી સેવા ઍક્સેસ કરી શકે છે, તેમના અનુભવને કસ્ટમાઇઝ કરવા માટે સીધા જ WhatsApp પર બિલ્ડ કરી શકે છે અને મેટા દ્વારા હોસ્ટ કરેલા અમારા સુરક્ષિત WhatsApp ક્લાઉડ API નો ઉપયોગ કરીને ગ્રાહકોને મદદ કરી શકે છે. તેમના રિસ્પોન્સ ટાઇમને પણ ઝડપી કરી શકે છે.
વધારે વ્યવસાયો સાથે જોડાઇને મદદદ કરવા માટેનો મહત્વપૂર્ણ પગલું છે. સાથે જ વધુ લોકો કે જેઓ નાના મોટા વેપારને મેસેજ આપવામાં મદદ કરવી અને સંદેશો મોકલવા સમર્થન કરવા માંગે છે. આ નવી સેવા મોંઘા સર્વર ખર્ચને દૂર કરશે અને તેમને નવા ફીચર્સ સાથે વધુ પહોંચ પ્રદાન કરશે. તો બીજા માટે વોટ્સ એપ પર પસંદગીના વ્યવસાયો સાથે ચેટ કરવામાં સક્ષમ રહેશે.. ઉપયોગ કર્તાઓ તે વ્યવસાયોના કંટ્રોલમાં હશે જેની સાથે તેઓ ચેટ કરી રહ્યા છે. અને વ્યવસાયો લોકોને ત્યાં સુધી સંદેશ મોકલી શકતા નથી જ્યાં સુધી તેમણે સંપર્ક કરવાનો રિક્વેસ્ટ ન કરી હોય.