એકલા ફરવું વિદેશીઓનો ખાસ શોખ રહ્યો છે
કેટલાક સમયમાં ભારતમાં પણ આ ટ્રેન્ડ વધી રહ્યો છે
એકલા ફરવા જવા માંગો છો તો સૌથી પહેલા બજેટ તૈયાર કરો.
હરવું-ફરવું સૌ કોઈને ગમે છે. અને એમાં પણ હવે તો યુવાનો સોલો ટ્રાવેલ કરવા લાગ્યા છે. બેક પેક કર્યું અને નિકળી પડ્યા. સોલો ટ્રાવેલ કરવું સારું છે પરંતુ આ સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.આમ તો એકલા ફરવું વિદેશીઓનો ખાસ શોખ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં ભારતમાં પણ આ ટ્રેન્ડ વધી રહ્યો છે. તો તમે પણ એકલા ફરવા જાઓ છો તો પાયાની તૈયારીઓ કરીને જાઓ.
જેના માટે આટલી ટિપ્સ ફૉલો કરો.જ્યાં એકલા ફરવા જવા માંગો છો તો સૌથી પહેલા બજેટ તૈયાર કરો. જેમાં આવવા-જવાનો, ખાવા-પીવાનો સહિતનો તમામ ખર્ચ સામેલ હોવા જોઈએ. એ પ્રમાણે તમે પૈસા ભેગા કરી શકો છો.જયાં પણ તમે ફરવા જવાનો વિચાર કરી રહ્યા છો ત્યાંની જાણકારી પહેલા મેળવો..ત્યાંની રીત-ભાત, સંસ્કૃતિ, આબોહવાની જાણકારી મેળવો. આ તમામ જાણકારી તમને ઓનલાઈન મળી શકે છે.હવે વાત કરીએ તમારી બેગની તો, તમારે ખુદ જ સામાન ઉપાડવાનો છે.
ખભા પર સામાન બેગથી ઉપાડવો સારો પડે છે. પેકિંગ દરમિયાન એ વસ્તુ ધ્યાનમાં રાખો કે અનેક વસ્તુઓ તમે ફરવા જાઓ છો ત્યાંથી મળી રહેશે. એટલે એ વસ્તુઓ ન લો. માત્ર જરૂરી વસ્તુઓ જ પેક કરો.જો તમે એકલા જઈ રહ્યા છો તો એડવાન્સ બુકિંગ મદદ કરશે. તમને રોકાવાની તકલીફ નહીં પડે અને તમે શાંતિથી ફરી શકશો. સાથે જ વહેલું બુકિંગ કરાવશો તો ડિસ્કાઉન્ટ પણ મળશે.